Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, January 21, 2013

અધ્યાય બીજો : સાંખ્ય યોગ




Chapter 02

Sankhya Yog

Down and in despair, great warrior Arjuna laid down his arms and surrendered himself for guidance to Krishna. Lord Krishna explained him that he should do his duty and win the holy war. He also told Arjuna that the soul is immortal so nobody is actually going to be slain by his arms. He has to perform his duty, without attachment to success or failure. If he do so then he will free himself from the stains of his action. The chapter also portray the characteristics of a self-realized person known as 'Sthitpragna' in Gita.

અધ્યાય બીજો : સાંખ્ય યોગ

સગા સંબધી અને ગુરૂજનોના લોહીથી ખરડાયેલા રાજ્ય ભોગવવાની અનિચ્છાએ શોકાતુર હૃદયવાળો અર્જુન ગાંડિવને પરિત્યાગીને રથમાં બેસી ગયો, તે સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથના માત્ર સારથિ ન રહેતા તેના માર્ગદર્શક બન્યા.

ભગવાન કૃષ્ણે કહ્યું કે તું જેના હણવાના શોકથી ચિંતાતુર છે, તે સર્વે તો મારા વડે ક્યારનાય હણાઇ ચુક્યા છે. આત્મા તો અમર છે, એનો કદી નાશ થતો નથી. જેવી રીતે લોકો જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો પરિધાન કરે તેવી જ રીતે આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. શરીરનો નાશ થાય છે પરંતુ આત્માનો નાશ થતો નથી. નાશવંત એવા દેહ માટે શોક કરવો વૃથા છે. વળી ક્ષત્રિયો માટે યુદ્ધ એ તો ધર્મ છે. જો તું યુદ્ધનો ત્યાગ કરશે તો તારા ધર્મને ચુકશે અને લોકો તારી હાંસી ઉડાવશે, તને અપયશ જ મળશે. યુદ્ધ ન કરવાના અપયશ કરતાં તો યુદ્ધમાં મોત મળે તે સારું.

ભગવાને બીજા અધ્યાયમાં જેમની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેઓ સમાધિ દશાને પામી ચુક્યા છે એવા સ્થિતપ્રજ્ઞના લક્ષણો પણ કહી બતાવ્યા. સ્થિતપ્રજ્ઞ વિશેના  એ શ્લોકો ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ આદર્શ માનવના શકવર્તી માપદંડ તરીકે ગણી શકાય. દાર્શનિકો અને ચિંતકોને એ અનંત કાળથી પ્રેરણાની અવનવીન સામગ્રી ધરી રહ્યા છે.


Verse 01-05

संजय उवाच
સંજય કહે છેઃ
Sanjay Uvacha

तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् ।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥२-१॥

Tam tatha kripavistam Arshrupurna kulekshanam
Vishidant midam Vakyam uvacha madhusudan.

આંસુ આંખમાં ને વળી હૃદયમાં લઈ શોક,
ઊભો રહ્યો અર્જુન ત્યાં, કહી યુધ્ધને ફોક.

કૃષ્ણે એ અર્જુનને દીધી શીખ અપાર,
શીખામણ તે છે ખરે ગીતાજીનો સાર. ॥૧॥
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri Bhagawan Uvacha

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२-२॥

Kutastva Kashmal idam Vishame samupasthitam
anaryajustam asvargyam a kirtikaram arjuna,

અરે યુધ્ધમાં આ તને થયો કેમ છે શોક,
માન કીર્તિ ના આપતાં નીંદશે તને લોક.


क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते ।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥२-३॥
Klaibyam ma sma gamah partha Nai tat tvayy upapadyate
kshudram hridayadaurbalyam Tyaktvottistha paramtapa.

કાયરતાને છોડ ને ઊભો થા લડવા,
તને છાજતું આ નથી, ઊભો થા લડવા.
*
अर्जुन उवाच
અર્જુન કહે છેઃ
Arjuna uvacha

कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन ।
इषुभिः प्रति योत्स्यामि पूजार्हावरिसूदन ॥२-४॥

katham bhishmam aham sankhye dronam cha madhusudan,
ishubhih pratiyotshyami pujarhavarisudana

કેમ કરીને કૃષ્ણ આ યુધ્ધ મહીં લડવું,
કહો ભીષ્મ ને દ્રોણની સાથે શેં લડવું ?
*
गुरूनहत्वा हि महानुभावान्
श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके ।
हत्वार्थकामांस्तु गुरूनिहैव
भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥२-५॥

gurun ahatva hi mahanubhavan
shreyo bhoktum bhaikshyamapihiloke
hatvarthakamans tu guruni haiva
bhunjiya bhogan rudhirapradigdhan.

પૂજનીય છે એ બધા, વેર કેમ કરવું,
એથી તો ઉત્તમ ખરે ભિક્ષુ બની મરવું.

લોહીભીના હાથથી રાજ્ય ભોગવું આ,
એ ઈચ્છા મારી નથી, સત્ય કહું છું હા

Meaning
संजय बोले
आँखों में आँसू लिए, चिंता और विषाद में डूबे अर्जुन को, मधुसूदन ने यह वचन कहे ।
श्री भगवान बोले
हे अर्जुन, युद्ध भूमि में असमय तुम यह कैसे विचारों में डूब रहे हो । एसा सोचना तुम्हारे लिए गलत हैं क्योंकि ना हि श्रेष्ठ पुरुष एसा करते है, ना हि एसा करने से उसे स्वर्ग या कीर्ति की प्राप्ति होती है । हे पार्थ, एसे कायर, दुर्बल करनेवाले नपुंसक विचारों का त्याग करो । हे परन्तप, अपने आप को सम्हालो और युद्ध करने के लिए तैयार हो ।
अर्जुन बोले
हे मधुसूदन, मैं युद्धभूमि में किस प्रकार से भीष्म पितामह और आचार्य द्रोण से युद्ध करुँ ? हे अरिसूदन, मेरे लिए वे दोनों ही परम पूजनीय है । गुरु एवं पूज्यजनों के लहू से रंगे हाथो से राज्य उपभोग करने के बजाय भिक्षा माँगकर जीवन यापन करना बेहतर होगा । उनको मारकर मुझे अर्थ और कामरूप भोग ही तो मिलेंगे ।
*
સંજય કહે છે
આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને મધુસૂદને આમ કહ્યું.
શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે. કારણ કે જેને લીધે ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે, એવું તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. હે પાર્થ, તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.
અર્જુન કહે છે
હે મધુસૂદન, હું કેવી રીતે યુદ્ધ ભૂમિમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું ? હે અરિસૂદન, મારે માટે બંને પૂજનીય છે. ગુરુ અને પૂજ્યજનોના લોહીથી ખરડાયેલા હાથે મળેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં ભિક્ષા માંગી જીવન વીતાવવું મને બહેતર લાગે છે. વળી એમને મારીને મને શું મળશે - ધન અને ભોગવૈભવ જ ને ?


Verse 06-10

न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषामस्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥२-६॥

na chai tad vidmah kataran no gariyo
yad va jayema yadi va no jayeyuhu
yaneva hatva na jijivisham,
te avasthitah pramukhe dhartarastraha.

કોનો વિજય થશે, અમે જાણીયે ના તે,
જેના વિના મરણ ભલું, લડવા ઊભા તે.
*
कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥२-७॥

Karpanya doshopahat svabhavah
Prichhami tvam dharmasammudha chetah
Yachchhreyah syan nishchitam bruhi tanme,
Shishyas te ham shadhi mam tvam prapannam.

મારું મન મુંઝાયેલું કરી શકે ન વિવેક,
શિક્ષા દો સાચી મને, તૂટે ન મારો ટેક.

શરણે આવ્યો આજ હું, ઉત્તમ શિક્ષા દો,
લડવાની ઈચ્છા નથી, ભલે ગમે તે હો.



न हि प्रपश्यामि ममापनुद्याद् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥२-८॥
na hi prapashyami mamapanudyad
yachhokam uchhoshanam indriyanam,
avpya bhumavaspatnam riddham,
rajyam suranam api cha adhipatyam.

સ્વર્ગતણું યે રાજ્ય જો પૃથ્વી સાથ મળે,
દિલ હણનારો શોક ના મારો તોય ટળે.
*
संजय उवाच
સંજય કહે છેઃ
Sanjaya Uvacha

एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥२-९॥

evam uktva hrishikesham gudakeshah paramtapa
na yotsya iti govindam uktva tusnim babhuva ha.

એમ કહીને કૃષ્ણને મહાવીર અર્જુન
નહીં લડું એવું કહી ઊભો ધારી મૌન.
*
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥२-१०॥

tamuvacha hrishikeshah prahasanniva bharata
senayorubhayor madhye vishidantam idam vachah.

કૃષ્ણે અર્જુનને કહ્યું કરતાં સ્મિત જરી,
સાચે મિથ્યા વાતનો શોક રહ્યો તું કરી. ॥૧0॥

Meaning
हम तो यह भी नहीं जानते की युद्ध करना उचित है या नहीं और यह भी नहीं की दोनो में से बहेतर क्या है, उनका जीतना या हमारा, क्योंकि जिनको मारकर जीना हमे पसंद नहीं एसे धृतराष्ट्र के पुत्र हम से युद्ध करने के लिए खड़ें हैं । मेरा मन उलझन में डूबा हुआ है और इन हालात में मेरा क्या धर्म है, मुझे क्या करना चाहिए यह मेरी समझ में नहीं आ रहा । इसलिए हे केशव, मैं आप से पूछता हूँ, जो मेरे लिये निश्चित प्रकार से उचित और कल्याणकारक हो वह मुझे बताओ । मैं आप का शिष्य हूँ और आप की शरण में आया हूँ । सुख समृद्धि से भरी पृथ्वी तो क्या, अगर स्वर्ग का सारा साम्राज्य मुझे मिल जाय फिर भी मेरे विषाद का अन्त नहीं हो सकता ।
संजय बोले
हे राजन्, हृषिकेश को परन्तप अर्जुन, ‘मैं युद्ध नहीं करुँगा’ एसा स्पष्ट कहकर चुप हो गया । तब हे भारत, दो सेनाओं के बीच में ग्लानि और विषाद में डूबे अर्जुन को मुस्कराते हुए हृषीकेश ने यह कहा ।
*
મને તો એ પણ ખબર નથી કે યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને એ પણ ખબર નથી કે એનું કેવું પરિણામ અમારે માટે યોગ્ય રહેશે - અમારી જીત કે કૌરવોની. કારણ કે જેમને મારીને અમને જીવવાની ઈચ્છા જ ન રહે એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે. મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે, મારે શું કરવું જોઈએ એ મારી સમજમાં નથી આવતું. એથી હે કેશવ, હું આપને પૂછું છું કે મારે માટે જે સર્વપ્રકારે યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો. હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું. સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટળે એમ નથી.
સંજય કહે છે
હે રાજન, શ્રીકૃષ્ણને અર્જુન ‘હું યુદ્ધ નહીં કરું’ એવું સ્પષ્ટ કહી શાંત થયો. ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાનિ અને વિષાદમાં ડૂબેલ અર્જુનને સ્મીત કરતાં હૃષિકેશે આમ કહ્યું.


Verse 11-15

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri bhagavan uvacha

अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥२-११॥

ashochyam anvashochas tvam pragyavadam s cha bhasase
gatashoon agatashunascha na anushochanti panditah

પંડિતના જેવું વદે પરંતુ શોક કરે,
પંડિત જીવનમરણનો શોક કદી ન કરે.
*
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥२-१२॥

na tva eva ham jatu na sam no tvam neme janadhipaha
na chaiva na bhavishyamah Sarve vayamatah param.

હું ને તું આ રાજવી હતા પહેલાં ના,
ભવિષ્યમાં પણ ના હશે, એમ માનતો ના.
*


देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥२-१३॥
dehinoasminyatha dehekaumaram yauvanam jara
tatha dehantarapraptirdhirastatra na muhyati.

બાલ જુવાન બને બધા થાય વૃધ્ધ પણ તેમ,
મરવું સૌને છે ખરે, દુઃખી થવું તો કેમ.
*
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥२-१४॥

matrashparshastu kaunteya shitoshnasukhaduhkhadaha
agampayino nityas tams titikshashva bharata

ટાઢતાપ સુખ-દુઃખને દેનારા વિષયો.
ચલાયમાન અનિત્ય છે, સહુ તે ભારત ઓ!
*
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२-१५॥

yam hi na vyathayantete purusham purusharshabha
samaduhkhsakham dhiram somritatvaya kalpate

વિષય તેમ સુખદુઃખથી વ્યથા ન જેને થાય,
ધીર પુરુષ તે છેવટે અમૃતપદમાં ન્હાય. ॥૧૫॥

Meaning
श्री भगवान बोले
हे अर्जुन, तुम्हारी हालत तो वो पंडित के जैसी है जो एक ओर बुद्धिमान की तरह ज्ञान की बातें करता है और दूसरी ओर शोक से व्यथित होकर रोता है । तुम तो उनके लिए शोक कर रहे हो जो अभी जिवीत है । पण्डित और ज्ञानी न तो उनके लिये शोक करते है जिनके प्राण चले गऐ है और न उनके लिये जो जिवीत हैं । एसा तो नहीं की तुम्हारा, मेरा और यह राजा जो दिख रहे हैं, उनका पहले कभी नाश नहीं हुआ हो और यह भी तो नहीं की भविष्य मे कभी नहीं होगा । जैसे जीवात्मा को बाल्यावस्था, युवावस्था और वृद्धावस्था की प्राप्ति होती है, उसी प्रकार देह का अन्त होने पर अन्य शरीर की प्राप्ति होती है । इसलिए बुद्धीमान लोग मोहित होकर शोक नहीं करते । हे कौन्तेय, सर्दी-गरमी तथा सुख-दुःख को अनुभव करनेवाले इन्द्रिय और विषयों के संयोग आते-जाते रहते हैं, हमेशा नहीं रहते । इसलिए हे भारत, इन्हें सहन करना सीखो । जो धीर पुरुष इनसे व्यथित नहीं होता, तथा दुख और सुख में एक सा रहता है, वह मोक्ष का अधिकारी होता है ।
*
શ્રી ભગવાન કહે છે,
હે અર્જુન, તારી હાલત તો પેલા પંડિતના જેવી છે જે એક તરફ જ્ઞાનની વાતો કરે છે અને બીજી તરફ શોકથી વ્યથિત થઈ આંસુ વહાવે છે. પંડિતો જીવતાં હોય કે મૃત્યુ પામ્યા હોય - એ બંને માટે આંસુ નથી વહાવતા. જ્યારે તું તો એમને માટે શોક કરી રહ્યો છે જેઓ હજુ જીવે છે. અને વળી એવું થોડું છે કે મારું, તારું કે આ યુદ્ધમાં શામેલ રાજાઓનું કદી મૃત્યુ જ ન થયું હોય અથવા ભવિષ્યમાં પણ કદી થવાનું જ ન હોય ? જેવી રીતે વ્યક્તિ બાળક બને છે, યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે તેવી જ રીતે જીવનનો અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા. હે કૌન્તેય, ટાઢ-તાપ કે સુખ-દુઃખનો અનુભવ કરવાવાળા ઈન્દ્રિયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે. તે કાયમ માટે રહેતા નથી. એથી હે ભારત, એને સહન કરતા શીખ. જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે.

Verse 16-20

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥२-१६॥

nasato vidyate bhavo na bhavo vidyate satah
ubhayor api dristoantas tva anayos tattvadarshibhi

અસત્ય અમર કદી નથી, નથી સત્યનો નાશ,
તત્વવાન એવી ધરે શિક્ષા તેની ખાસ.
*
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥२-१७॥

avinashi tu tad viddhi yena sarnam idam tatam
vinashyam avyayasya sya na kaschit kartum arhati.

જે વ્યાપક સર્વત્ર છે તે અવિનાશી જાણ,
અવિનાશીનો નાશ ના, થાય કદી તે માન.


अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥२-१८॥
antavanta ime deha nityasyo aktah sharirinah
anashino aprameyasya tasmad yudhyasva bharata.

આત્માનો ના નાશ છે, થાય દેહનો નાશ,
એમ સમજ તો ના રહે, શોકતણો અવકાશ.
*
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥२-१९॥

ya enam vetti hantaram yashchainam manyate hatam
ubhau tav na vijanito na ayam hanti na hanyate

હણેલ કે હણનાર જે આત્માને માને,
આત્મા ના મારે મરે, તે જન ના જાણે
*
न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२-२०॥

na jayate mriyateva kadachin na ayam bhutva bhavita va na bhuyah
ajo nityah shashvato ayam purano na hanyate hanya mane sharire.

આત્મા ના જન્મે મરે, હણે નહીં ન હણાય,
નિત્ય સનાતન છે કહ્યો, અનાદિ તેમ સદાય.॥૨૦॥

Meaning
असत् शाश्वत समय तक नहीं रहता और ना ही सत् का कभी विनाश होता है । ज्ञानी पुरुष यह अच्छी तरह से समझते है ।  जो सब में बसा है, और जिससे यह संपूर्ण संसार व्याप्त है वह अविनाशी है और जो अविनाशी है उसका नाश तो किसी भी प्रकार नहीं हो सकता । यह देह तो क्षणभंगुर है, विनाशशील है, लेकिन उसमें रहनेवाली आत्मा तो अमर है ।  उसका न तो अन्त है और न ही इसको कोई मार सकता है ।  इसलिऐ हे भारत, तुम युद्ध करो । जो आत्मा को विनाशशील समझता है तथा उसे मारना चाहता है, वो नहीं जानता की आत्मा न कभी पैदा होती है और न कभी मरती है । आत्मा तो अजन्मा, अन्तहीन, शाश्वत और अमर है । शरीर का नाश होने पर भी आत्मा का नाश नहीं होता ।
*
અસત્ કદી અમર નથી રહેતું (અર્થાત્ થોડા સમય માટે ભલે અસત દૃશ્યમાન થાય પણ એ વહેલું મોડું નાશ પામે છે) જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો (અર્થાત્ થોડા સમય માટે એવું લાગે કે તેનો લોપ થયો છે પણ તે કાયમ માટે નથી હોતો). જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે, અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. આ દેહ તો ક્ષણભંગુર છે, વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે. એનો ન તો અંત આવે છે, કે ન તેને કોઈ મારી શકે છે. એથી હે ભારત, તું યુદ્ધ કર. જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે, તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે. આત્મા તો અજન્મા, અવિનાશી અને અમર છે. શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપિ થતો નથી.

Verse 21-25

वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२-२१॥

veda vinashinam nityam ya enam ajam avyayam
katham sa puvushah partha kam ghatayati hanti kam.

અવિનાશી અજ નિત્ય જે આત્માને જાણે,
તે કોને મારી શકે, મરાયલાં માને.
*
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ॥२-२२॥

vasansi jirnani yatha vihaya navani grihnati naro parani
tatha sharirani vihaya jirnani anyani samyati navani dehi.

જૂનાં વસ્ત્ર તજી ધરે નવીન વસ્ત્રો લોક,
તેમ દેહ ધારે નવો આત્મા, ના કર શોક.


नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२-२३॥
naianam chhindanti shastrani nainam dahati pavakah
na chai anam kledayanti apo na shoshayati marutah

શસ્ત્રોથી છેદાય ના, અગ્નિથી ન બળે,
સૂકાયે ના વાયુથી, જલથી ના પલળે.
*
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥२-२४॥

acchedyo ayam adahyo ayam akledyo shoshya eva cha
nityah sarvagatah sthanur achalo ayam sanatanah

છેદાયે કે ના બળે ભીંજાયે ન સુકાય,
સર્વવ્યાપક નિત્ય છે, આત્મા રહે સદાય.
*
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥२-२५॥

avyakto ayam achintyo ayam avikaryo ayam uchyate
tasmad evam viditvainam na anushochitam arhasi.

અવિકારી અવ્યકત ને અચિંત્ય છે તે તો,
એવું જાણી ના ઘટે શોક કદી કરવો. ॥૨૫॥

Meaning
हे पार्थ, जो पुरुष आत्मा को अविनाशी, नित्य और अजन्मा तथा अव्यय जानता है, वह किसीका नाश कैसे कर सकता है और वो खुद भी कैसे मर सकता है भला ? जैसे कोई आदमी पुराने वस्त्रों कों उतार कर नऐ वस्त्र धारण करता है, बिल्कुल उसी तरह जीवात्मा एक शरीर को छोडकर दुसरे शरीर को प्राप्त करती है । आत्मा को न शस्त्र काट सकते हैं, न आग जला सकती है, न पानी भिगा सकती है और न ही हवा सुखा सकती है । क्योंकि आत्मा अछेद्य है, अदाह्य है, अशोष्य है तथा भिगोई नहीं जा सकती । आत्मा तो नित्य है, सर्वव्यापी है, अचल है, अन्तहीन है । आत्मा दिखती नहीं है और न ही इसे बुद्धि से समझा जा सकता है । आत्मा अविकारी है, हमेशा एक-सी रहेनीवाली है इसलिये तुम्हें शोक करने की कोई आवश्यकता नहीं है ।
*
હે પાર્થ, જે વ્યક્તિ આત્માને અવિનાશી, નિત્ય અને અજન્મા માને છે તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે ? અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે, ભલા ? જેવી રીતે કોઈ વ્યક્તિ જૂનાં વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે. આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે, ન અગ્નિ બાળી શકે છે, ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સૂકવી શકે છે. આત્મા તો અછેદ્ય, અદાહ્ય, અશોષ્ય અને પલળે નહીં તેવો છે. આત્મા તો નિત્ય છે, સર્વવ્યાપી છે, અંતહીન છે, શાશ્વત છે. આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિ વડે સમજી શકાય છે. આત્મા અવિકારી છે, હંમેશ માટે એક સરખો રહેનાર છે. એથી હે પાર્થ, તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી.


Verse 26-30

अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥२-२६॥

atha chainam nityajatam nityam va manyase mritam
tatha api tvam mahabaho naianam shochitum arhasi

જન્મમરણ આત્માતણાં અથવા તો તું માન,
તો પણ કરવો શોક ના, ઘટે તને તે જાણ.
*
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥२-२७॥

jatasya hi dhruvo mrityur dhruvam janma mritasyascha,
tasmad apariharyerthe na tvam shochitum arhasi

જન્મે તે મરતું સદા, મરેલ જન્મે તેમ,
તેવો જગનો નિયમ છે, શોક થાય તો કેમ ?


अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२-२८॥
avyaktadini bhutani vyaktamadhyani bharata
avyaktanidhanani eva tatra ka paridevana.

વ્યકત મધ્યમાં થાય છે, આદિ અંત અવ્યકત,
જીવ બધા શાને પછી, થાય શોકમાં રકત.
*
आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥२-२९॥

ashcharyavat pashyati kashchid enam
ashcharyavad vadanti tathaiva cha anyah.
Ashcharyavachai anamanyah shrinoti
Shrutva apyenam veda na chaiva kashchit

અચરજ પામીને જુવે કોઈ આત્માને.
અચરજથી બોલે સુણે કોઈ આત્માને.

શ્રોતા વક્તા સર્વ તે હજારમાંથી કો'ક,
જાણી શકતા આત્માને કરોડમાંથી કો'ક.
*
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥२-३०॥

dehi nityamo avadhyo ayam dehe sarvasya bharata
tasmat sarvani bhutani na tvam shochitam arhasi.

શરીરમાં આત્મા રહ્યો તે ન કદીય મરાય,
તેથી કોઈ જીવનો, શોક કરી ન શકાય. ॥૩૦॥

Meaning
हे महाबाहो, अगर तुम आत्मा को बार बार जन्म लेती और मरनेवाली मानो, तब भी, तुम्हें शोक नहीं करना चाहिऐ । क्योंकि जिस प्रकार हर जन्म लेनेवाले का मरना निश्चित है उसी प्रकार मरनेवाले का फिर जन्म लेना भी निश्चित है । इस क्रम में बदलाव करने के लिए तू असमर्थ है अतः तुम्हें इसके बारे में शोक नहीं करना चाहिऐ । हे अर्जुन, हरएक जीवात्मा जन्म के पहले और मृत्यु के बाद दिखाई नहीं पडता, सिर्फ बिच की अवस्था में दिखाई पडता है । फिर ऐसी स्थिति में क्या शोक करना ? कोई महापुरुष आत्मा को आश्चर्य से देखते है, कोई इसके बारे में आश्चर्य से बताता है, और कोई इसके बारे में आश्चर्यचित होकर सुनते है, मगर कोई सुनने के बाद भी उसे नहीं जानते ।  हे भारत, आत्मा नित्य है, अछेद्य है, किसी भी तरह उसका वध नहीं किया जा सकता, इसलिये तुम्हें किसी भी जीव के लिये शोक करने की आवश्यकता नहीं ।
*
હે મહાબાહો, જો તું આત્માને વારેવારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ તારે માટે શોક કરવાનું કોઈ કારણ નથી. કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ એટલું જ નિશ્ચિત છે. એ ક્રમમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે. એટલે તારે એ વિચારી શોક કરવાની જરૂર નથી. હે અર્જુન, દરેક જીવાત્મા જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી. આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઈ શકે છે. તો પછી એને માટે તું કેમ શોક કરે છે ? કોઈ આત્માને અચરજથી જુએ છે, કોઈ અચરજથી એના વિશે વર્ણન કરે છે, પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એને ખરેખર જાણી શકે છે. હે ભારત, આત્મા નિત્ય છે, અવિનાશી છે, એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી.

Verse 31-35

स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥२-३१॥

svadharmam api cha vekshya na vikampitam arhasi
dharmyad dhi yuddha chhreyo anyat shatriyasya na vidyate.

તારો ધર્મ વિચાર તો, શોક દૂર આ થાય,
ધર્મયુધ્ધને કાજ છે ક્ષત્રિયોની કાય.
*
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥२-३२॥

yadrichhaya cho apapannam svargadvaram apavritam
sukhinah kshatriyah partha labhante yuddham idrisham.

સ્વર્ગ દ્વાર છે યુધ્ધ આ અનાયાસ આવ્યું,
સુખી હોય ક્ષત્રિય તે યુધ્ધ લભે આવું.


अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥२-३३॥
atha chet tvam imam dharmyam samgramum na karishyasi
tatah svadharmam kirtim cha hitva papam avapsyasi

કરીશ ના તું યુધ્ધ તો ધર્મ ખરે ચુકશે,
કલંક કાયરતાતણું લોકોયે મૂકશે.
*
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् ।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥२-३४॥

akirtim cha api bhutani kathayishyanti te avyayam
sambhavitashya cha akritir marnanad atirichyate

અપયશ કરતા મોત છે ખરે કહ્યું સારું,
અપયશમાં જીવ્યે નહીં ભલું થાય તારું.
*
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥२-३५॥

bhayadranad upratam mansyante tvam maharathaha
yesham cha tvam bahumato bhutva yasyasi laghvam

ભયથી તું નાસી ગયો, એમ કહેશે વીર,
કૈં કૈં લોક ચલાવશે વચનોનાં પણ તીર. ॥૩૫॥

Meaning
पार्थ, तुम अपने स्वधर्म के बारे में सोचो । तुम क्षत्रिय हो, और क्षत्रिय के लिए न्यायोचित युद्ध से बढकर दूसरा कोई कल्याणकारी कर्तव्य नहीं है । हे पार्थ, स्वर्ग के द्वार समान यह कर्तव्यरूप धर्मयुद्ध किसी भाग्यवान क्षत्रिय को प्राप्त होता है । अगर तुम यह युद्ध नहीं करोगे, तो अपने स्वधर्म और कीर्ति को खोकर पाप को प्राप्त करोगे । लोग हमेशा तुम्हारे अपयश की गाथा कहते करेंगे । ऐसी अकीर्ती, तुम्हारे जैसे प्रतीष्ठित मनुष्य के लिये मृत्यु से भी बदतर होगी । आज तुम्हारे सामर्थ्य की प्रसंशा करनेवाले महारथी योद्धा तुम्हें युद्ध के भय से भागा हुआ समझेंगें और उनकी नजरों में तुम सदैव गिर जाओगे ।
*
હે પાર્થ, તું તારા સ્વ-ધર્મ વિશે વિચાર. તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે માટે કોઈ કર્તવ્ય નથી. હે અર્જુન, સ્વર્ગના દ્વાર સમું આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે. જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે. લોકો તારી બદનામી કરશે, તારી (અકીર્તિની) વાતો કરતા થાકશે નહીં. તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે. આજે તારા સામર્થ્યની પ્રસંશા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલો ગણશે અને એમની નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ.


Verse 36-40

अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२-३६॥

avachyavadamshcha bahun vadishyanti tava ahitaha
nindantas tava samorthyam tato dukhataram nu kim.

માન તને જે આપતા તુચ્છ જ ગણશે તે,
નિંદા કરશે શકિતની, દુઃખ ખરેખર એ.
*
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२-३७॥

hato va prapasyasi svargam jitva va bhokshyase mahim
tasmad uttistha kaunteya yuddhaya kritanishchayah.

મરીશ તો તું પામશે, સ્વર્ગ તણો આનંદ,
રાજ્ય પામશે જીતતાં, લડ તો તું સાનંદ.


सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥२-३८॥
sukh-dukhe same kritva labhalabhau jayajayau
tato yuddhaya yujyasva nai avam papam avapsyasi

લાભહાનિ સુખદુઃખ હો, જીત મળે કે હાર
સરખાં તેને માન ને લડવા થા તૈયાર.

કર્તવ્ય ગણી યુધ્ધ આ ખરે લડી લે તું,
પાપ તને ના લાગશે, સત્ય કહું છું હું
*
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु ।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥२-३९॥

esa te abhihita sankhye buddhir yoge tva imam shrinu
buddhya yukto yaya partha karmabandhanam prahasyasi

જ્ઞાન કહ્યું આ તો, હવે દઉં યોગ ઉપદેશ,
તેને જાણી તોડશે કર્મબંધ ને કલેશ.
*
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥२-४०॥

ne aha bhikramanshosti pratyavayo no vidyate
svalpam api asya dharmasya trayate mahato bhayat.

જન્માંતરમાં નાશ ના યોગબુધ્ધિનો થાય,
સ્વલ્પ ધર્મ-આચારથી ભયને પાર કરાય. ॥૪૦॥

Meaning
तुम्हारे विपक्षी तुम्हारे सामर्थ्य की निन्दा करेंगें, न सुनने योग्य वचन कहेंगे । इससे अधिक दुःखदायी ओर क्या होगा ? अब युद्ध करने से क्या मिलेगा यह सोचो । यदि तुम युद्ध में मारे जाते हो तो तुम्हें स्वर्ग मिलेगा और यदि जिवीत रहकर विजय प्राप्त करते हो तो साम्राज्य के हकदार बनोगे । इसलिये उठो, हे कौन्तेय, और युद्ध के लिए दृढनिश्चयी बनो । सुख-दुःख को, लाभ-हानि को, जय-पराजय को ऐक समान समझकर युद्ध करो । ऍसा करते हुऐ तुम्हें पाप नहीं मिलेगा ।
मैने अब तक की शिक्षा तुम्हे ज्ञानयोग की दृष्टी से दी । अब तुम कर्म योग की दृष्टी से भी सुन लो ताकि तुम कर्म के बन्धन से मुक्त हो जाओ । (कर्मयोग के हिसाब से) किया हुआ कोई भी कर्म व्यर्थ नहीं जाता और न ही कर्मफल में कोई बाधा । कर्मयोग का अनुसरण करने से व्यक्ति भयमुक्त हो जाता है ।
*
તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે. એથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે ? હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે ? જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જો જીવતો રહીશ (અને વિજય પ્રાપ્ત કરીશ) તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ. (અર્તાત્ લડવામાં બંને રીતે લાભ જ છે). એથી હે કૌન્તેય, ઉઠ. સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન. એમ કરવાથી તું પાપનો ભાગી નહીં થાય.
મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દૃષ્ટિએ કરી. હવે કર્મની દૃષ્ટિએ પણ તને સમજાવું જેથી તારા કર્મોના ફળને લઈને તને જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય. કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું.



Verse 41-45

व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥२-४१॥

vyavasayitmika buddhir eke aha kurunandana
bahushakha hyanantashcha buddhayo vyavasayinam.

યોગવૃત્તિ તો હોય છે એક લક્ષવાળી,
યોગહીન બુધ્ધિ ઘણાં હોય ધ્યેયવાળી.
*
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥२-४२॥

yam imam pushpitam vacham pravadanty avipashchitaha
vedavadarataha partha na anyad astiti vadinaha

વેદવાદમાં રત થયા, કામી ચંચલ લોક
જન્મમરણ ફલ આપતાં કર્મ કરે છે કો’ક
*


कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥२-४३॥
Kamatmanaha svargapara Janmakarmaphalapradam
Kriyavisha bahulam Bhogaishvaryagatim prati.

સ્વર્ગ ચાહતા તે સદા મધુર વદે છે વાણ,
ભોગવાસનાથી ગણે ઉત્તમ કૈં ના આન.
*
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥२-४४॥

bhogaishvaryaprasaktanam taya apahritachetasam
vyavasayatmika buddhin samadhau na vidhiyate

ભોગમહીં ડૂબી ગયું ચંચલ મન જેનું,
સમાધિમાં જોડાય ના, મન કદીયે તેનું.
*
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥२-४५॥

traigunaya vishata veda nistraigunyo bhava arjuna
nirdvando nitya sattvastho niryogakshema atmavan

ત્રિગુણાત્મક છે વેદ તો, ગુણાતીત તું થા.
દ્વંદ્વરહિત ને શુધ્ધ ને જ્ઞાની યોગી થા. ॥૪૫॥

Meaning
इस धर्म का पालन करनेवाली बुद्धि एक ही लक्ष्य पर स्थिर रहती है । जबकी इस योग से विहीन बुद्धि अनेक लक्ष्यों में बिखरी रहती है । हे पार्थ, यह दूसरे प्रकार के लोग है जो वेदों का भाषण करते हैं और जिनके लिये उससे बढकर और कुछ नहीं है, जिनकी आत्मा दुन्यवी इच्छाओं से बँधी हुई है, और उसका कर्मफल जन्म मरण के चक्र में फँसना है । भोग ऍश्वर्य की इच्छा से तरह तरह के कर्मों में फसे हुऐ एसे लोगों की बुद्धी हरी जा चुकी है । ऐसी बुद्धी कर्म योग मे स्थिरता प्राप्त करके समाधि में स्थित नहीं होती । वेदों में तीन गुणो का वर्णन है । हे अर्जुन, तुम्हें इन तीनो गुणों से पर -गुणातीत होना है, और द्वन्द्वो से मुक्ति पाना है । इसलिए तुम लाभ-हानि की चिन्ता छोडो और आत्मस्थित हो ।
*
જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે. જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે (અર્થાત્ વિભાજીત હોય છે). હે પાર્થ, એવા યોગહીન લોકો કેવળ વેદોના સંભાષણને જ સર્વકાંઈ માને છે, પરંતુ તેઓ દુન્યવી ઈચ્છાઓમાં ફસાયેલ હોય છે. એવા લોકો જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે. ભોગ ઐશ્વર્યની ઈચ્છાથી જુદી જુદી જાતના કર્મોમાં પ્રવૃત્ત થયેલ એવા લોકોની બુદ્ધિનું હરણ થયેલું હોય છે. એથી તેઓ કર્મયોગમાં કુશળતા પામીને સમાધિદશાની પ્રાપ્તિ કરી શકતા નથી. વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે. હે અર્જુન, તારે એ ત્રણે ગુણોથી પર - ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી મુક્તિ મેળવવાની છે. એથી તું (લડવાથી થતી) લાભ-હાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા.



Verse 46-50

यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥२-४६॥

yavan artha udapane sarvataha samplutodake
tavan sarveshu vedeshu brahmanasya vijanatah.

કુવાતણો જે હેતુ તે સરવરમાંહી સરે,
તેમ વેદનો મર્મ સૌ જ્ઞાનીમહીં મળે.
*
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥

Karmanye eva adhikaraste ma phaleshu kadachana
ma karmaphalahetur bhur ma te sango stva akarmani

કર્મ કરી લે, કર નહીં ફલની ચિંતા તું,
કર્મ છોડજે ના કદી, શિક્ષા આપું હું.



योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२-४८॥
Yogasthan kuru karmani sangam tyaktva dhananjaya
siddhyasiddhyoho samo bhutva samatvam yoga uchyate.

સંગ તજી મન યોગમાં જોડી કર્મ કરાય,
ફલમાં સમતા રાખ તો, સમતાયોગ ગણાય.
*
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥२-४९॥

durena hy avaram karma buddhiyogad dhananjaya
buddhau sharnam anvichha kripanah phalahetavah

જ્ઞાનવિનાનું કર્મ ના ઉત્તમ છે તેથી,
જ્ઞાની બન, ફલ ચાહતા કૃપણ કહ્યા તેથી.
*
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥२-५०॥

buddhiyukto jahati aha ubhe sukritduskrite
tasmad yogaya yujasva yogaha karmashu kaushalam.

પાપ પુણ્યથી પર રહે જ્ઞાની યોગી તો,
યોગી થા તું, કર્મમાં કૌશલ યોગ કહ્યો. ॥૫૦॥

Meaning
जिस तरह सरोवर का पानी मिलने पर कुए के पानी की जरूरत नहीं रहेती बिल्कुल इसी तरह ब्रह्म का ज्ञान पाने वाले को फिर वेदों का अध्ययन करने की जरूरत नहीं रहेती । एक बात अच्छी तरह से जान ले, तेरा अधिकार कर्म करने तक सिमीत है, उसका कैसा फल मिले उस पर नहीं । अतः कर्म को फल पाने के लिये मत करो । कर्मफल हेतु न करने से तेरी कर्म करने में आसक्ति नहीं होगी । हे धनंजय, कर्म की सफलता या असफलता – दोनों में समान रहकर तथा आसक्ति रहित होकर कर्म का अनुष्ठान करो । यह समत्व को ही योग कहते हैं और इस प्रकार किये गए कर्म की तुलना में कामना से किये गए कर्म अत्यंत निम्न कहलाते है । इसी कारण हे धनंजय, समबुद्धि से कर्म करने में ही भलाई है । किसी भी कर्म को फल कि इच्छा से करने वाले अत्यंत दीन है । समबुद्धिवाला पुरुष अच्छे और बुरे – दोनों प्रकार के कर्म से मुक्त हो जाता है तथा पाप और पुण्य से पर हो जाता है । इसलिये समत्व के इस योग में अपनी महारथ हासिल करो । कर्मबंधन से छूटने का यही उपाय है ।
*
જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કુવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. એક વાત બરાબર સમજી લે કે તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે તેના પર નથી. એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર. જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે. એથી હે ધનંજય, કર્મની સફળતા કે નિષ્ફળતા - બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાથી રહિત થઈને કર્મ કર. આ રીતે કર્મ કરવાને જ યોગ કહેવામાં આવે છે. આ રીતે (ફલેચ્છાથી રહિત અને સમત્વ બુદ્ધિથી) કરાયેલ કર્મો, ફલાશાથી કરાયેલ કર્મો કરતાં અતિ ઉત્તમ છે. (એથી સમબુદ્ધિ રાખી કર્મ કરવામાં જ સાર છે.) સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી અને પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે. એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ. કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે.


Verse 51-55

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥२-५१॥

karmajam buddhiyukta hi phalam tyaktva manisinah
janma bandhavinirmuktaha padam gachhanty anamayam.

જ્ઞાની કર્મોના ફલે મમતા ના રાખે,
જન્મબંધનથી છૂટતાં, અમૃતરસ ચાખે.
*
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥२-५२॥

yada hi mohakalilam buddhir vyatitarishyati
tada gantasi nirvedam shrotavyasya shrutasya cha

જ્ઞાનથકી તું મોહને તરી જશે જ્યારે,
બાહ્યજ્ઞાન ને ભોગની વિરતિ થશે ત્યારે.


श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥२-५३॥
Shrutivipratipanna te yada sthasyati nischala
samadhav achala buddhis tada yogam avapsyasi

બહુ સુણવાથી છે થઈ ચંચલ બુધ્ધિ તે,
અચલ સમાધિ મહીં થશે, ત્યારે યોગ થશે
*
अर्जुन उवाच
અર્જુન કહે છે.
Arjuna Uvacha

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥२-५४॥

Sthitapraghnasya ka bhasha samadhisthasya keshava
sthitadhihi kim prabhaseta kim asita vrajeta kim.

સ્થિર બુધ્ધિ છે જેમની, સમાધિ પામ્યા જે.
કેમ રહે તે ને વદે, ઓળખાય શે તે ?
*
સ્થિતપ્રજ્ઞનું વર્ણન

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે.
Shri Bhagavan uvacha

प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥२-५५॥

prajahati yada kaman sarvan partha manogatan
atmany eva itmana tushtaha sthitapraghnas tadochayte

છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે,
આત્માનંદે મગ્ન છે, સ્થિતપ્રજ્ઞ કહ્યા તે. ॥૫૫॥

Meaning
जो महापुरुष समबुद्धि से संपन्न होकर कर्मफल का त्याग कर देतें है, वो जन्म-मरण के बन्धन से मुक्त होकर निर्विकारी परमपद की प्राप्ति कर लेते है । जब तेरी बुद्धि मोह रूपी अन्धकार से ऊपर उठेगी तब इस लोक तथा परलोक संबंधी सभी भोग पदार्थो से तुझे वैराग्य हो जाएगा । तरह तरह के उपदेश सुनकर तेरी मति, जो अब भ्रमित अवस्था में है, वह परमात्मा में अचल और स्थिर हो जाएगी और तु परमात्मा से संयोग कर पाएगा ।
अर्जुन बोले
हे केशव, जिसकी बुद्धि समाधि में स्थिर हो चुकी है, वह पुरुष कैसा होता है ? एसे महापुरुष के क्या लक्षण है, वह कैसे बोलता है, कैसे जीवन-व्यवहार करता है ?
श्री भगवान बोले
हे पार्थ, जब वह अपने मन में स्थित सभी कामनाओं को निकाल देता है, और अपने आप में ही आत्म-संतुष्ट रहता है, तब उसे स्थितप्रज्ञ कहा जाता है ।
*
જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે જન્મ-મરણના ચક્રથી છૂટી જઈને પરમપદની પ્રાપ્તિ કરે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે ત્યારે આ લોક અને પરલોકના બધા ભોગપદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે. અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ ભ્રમિત થઈ છે. જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ કરી શકશે.
અર્જુન કહે છે
હે કેશવ, જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચુકી છે એ પુરુષ કેવો હોય છે ? (અર્થાત્ એને કેવી રીતે ઓળખવો) એના કેવા લક્ષણો હોય છે ? એ કેવી રીતે પોતાનો જીવનવ્યવહાર કરે છે ?
ભગવાન કહે છે
હે પાર્થ, જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ કામનાઓને ત્યાગી દે છે અને પોતાના આત્મામાં સ્થિતિ કરે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.


Verse 56-60

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥२-५६॥

dukheshva anudvignamanah sukheshu vigat sprihah
vitaraga bhaya krodhaha sthitadhir munir uchyate.

દુઃખ પડે તો શોક ના, સુખની ના તૃષ્ણા,
રાગક્રોધ ભય છે ગયા, તે મુનિ સ્થિત મનના.
*
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-५७॥

yaha sarvatra anabhisnehas tat-tat prapya subhasubham
na abhinandati na dvesti tasya pragya pratisthita

સારું માઠું પામતા ચંચલ જે ના થાય,
શોક કરે કે ના હસે, જ્ઞાની તે જ ગણાય.
*


यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-५८॥
yada samharate cha yam kurmo ariganiva sarvashah
indriyani indriyarthebhyas tasya pragya pratisthita

જેમ કાચબો અંગને સંકોચી લે છે,
ઇન્દ્રિયોને વિષયથી જ્ઞાની સંકેલે.
*
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥२-५९॥

Vishaya vinivartante niraharasya dehinaha
rasvarjam raso api asya param dritva nivartate.

વિષયો જે ના ભોગવે તેના વિષય છૂટે,
રહ્યો સહ્યો પણ સ્વાદ તો પ્રભુ પામ્યે જ તૂટે.
*
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥२-६०॥

Yatato hy api kaunteya purushasya vipashchitah
indriyani pramathini harant prasabham manah

યત્ન કરે જ્ઞાની છતાં ઇન્દ્રિયો બલવાન,
મનને ખેંચી જાય છે, વિષયોમાં તે જાણ. ॥૬૦॥

Meaning
स्थितप्रज्ञ पुरुष का मन न तो दुःख से विचलित नहीं होता और न ही सुख की प्राप्ति की स्पृहा करता है । उसका मन राग, भय और क्रोध से मुक्त होता है । सुख या दुःख मिलने पर उसकी प्रतिक्रिया समान रहेती है । इप्सित वस्तु मिलने पर न वो प्रसन्न होता है और न मिलने पर अवसादग्रस्त । जैसे कछुआ अपने सारे अँगों को अंदर समेट लेता है, वैसे ही वो अपनी इन्द्रियों को उनके विषयों से निकाल कर आत्मा में स्थित करता है । विषयों का बाह्य त्याग करने पर उनका स्वाद, उनको पाने की कामना बरकरार रहती है, मगर परमात्मा का साक्षात्कार हो जाने पर वह स्वाद भी मन से छूट जाता है । हे कौन्तेय, सावधानी से ईन्द्रिय-संयम का अभ्यास करते हुऐ पुरुष का मन उसकी चंचल इन्द्रीयाँ बलपूर्वक छीन लिती हैं ।
*
સ્થિતપ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે કે ન તો સુખની સ્પૃહા કરે છે. એનું મન રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે. સુખ કે દુઃખ - બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે. ઇપ્સિત વસ્તુ મળવાથી તે ન તો પ્રસન્ન થાય છે કે ન તો એના અભાવે વિષાદગ્રસ્ત. જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકેલી લે છે તેવી રીતે તે પોતાની ઈન્દ્રિયોને વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે. જો વિષયોનો ત્યાગ કેવળ બાહ્ય હોય તો એવા ત્યાગ કર્યા છતાં અંદરથી તેનો ઉપભોગ કરવાની ઇચ્છા યથાવત રહે છે. પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની ઇચ્છાનો પણ અંત આવે છે. હે કૌન્તેય, સાવધાનીથી ઈન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વ્યક્તિનું મન ઈન્દ્રિયો હરી લે છે. (એવી શક્યતા રહેલી છે)

Verse 61-65

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-६१॥

tani sarvani samayamya yukta asita matparah
vashe hi yasye inidriyani tasya pragya pratisthita

તેના પર સંયમ કરી મત્પર જે જન થાય,
ઇન્દ્રિયો વશમાં કરે જ્ઞાની તે જ ગણાય.
*
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥२-६२॥

dhyaya to vishyan pumsah sangat tesu apajayate
sangat samjayate kamah kamat krodho abhijayate

ધ્યાન ધર્યાથી વિષયનું સંગ છેવટે થાય,
કામ સંગથી, કામથી ક્રોધ પછીથી થાય.


क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥२-६३॥
Kroddhah bhavati sammohah Sammohat smritivibhramaha
Smritibhramshad buddhinasho Buddhinashat pranashyanti

ક્રોધ થકી સંમોહ ને વિવેકનો પણ નાશ,
અંતે બુધ્ધિનાશ ને તેથી થાય વિનાશ.
*
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥२-६४॥

ragadveshaviyuktais tu vishyan indriyanish cha aran
atmovashyair vidheyatma prasadam adhigachhati.

રાગદ્વેષને છોડતાં વિષયો સેવે જે,
સંયમને સાધી સદા પ્રસાદ પામે તે
*
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥२-६५॥

prasade sarvaduhkhanam hanirasyo apajayate
prasanna chetaso hyashu buddhih paryavatisthate

તે પ્રસન્નતાથી થતો સર્વ દુઃખનો નાશ,
પ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતા વાસ.॥૬૫॥

Meaning
हे अर्जुन, इसलिए साधक को चाहिए की वह इन्द्रियों का संयम कर मेरा ध्यान करें क्योंकि जिसकी इन्द्रियाँ वश में हो वही ज्ञान में स्थित हो सकता है । विषयों का चिंतन करने वाले मनुष्य का मन उन पदार्थों में आसक्त हो जाता है और उसकी कामना करता है । जब उसकी पूर्ति नहीं होती तो इससे क्रोध पैदा होता है । क्रोध से दिमाग का संतुलन नहीं रहता, अच्छे-भले की परख चली जाती है और स्मृतिभ्रम होता है । स्मृतिभ्रम होने से बुद्धिशक्ति का नाश हो जाता है । जब व्यक्ति की बुद्धि नष्ट हो जाती है तो वह खुद-बखुद अपना सर्वनाश कर बैठता है । जब की इन्द्रियों को राग और द्वेष से मुक्त कर, खुद के वश में करनेवाला मनुष्य अंतःकरण की प्रसन्नता और शान्ति प्राप्त करता है । इससे न केवल सारे दुखों का अन्त हो जाता है बल्कि उसकी बुद्धि परमात्मा में भलिभाँति स्थिर हो जाती है ।
*
હે અર્જુન, એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ. એમ કરવાથી ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં મનને સ્થિર કરી શકશે. વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને એની જ કામના કર્યા કરે છે. જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે. ક્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે, એને સારાં-નરસાંનું ભાન રહેતું નથી અને એને સ્મૃતિભ્રમ થાય છે. એવો ભ્રમિત ચિત્તવાળો મનુષ્ય પોતાનો સર્વનાશ નોંતરે છે. જ્યારે એથી ઉલટું, ઈન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ એનું મન પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે.

Verse 66-70

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥२-६६॥

na asti buddhir ayuktasya na cha ayuktasya bhavana
na cha abhavayatah shantir ashantasya kutah sukham

ચંચલને બુધ્ધિ નથી, નથી ભાવના તેમ,
ભાવના વિના શાંતિ ના,અશાંતને સુખ કેમ.
*
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥२-६७॥

indriyanam hi charatam yan mano anuvidhiyate
tad asya harati prajnam vayur navamiva ambhasi

ઇન્દ્રિયોની સાથમાં મન પણ જો જાયે,
નાવ વાયુથી તેમ તો બુધ્ધિ હરણ થાયે.

तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-६८॥
tasmad yasya mahabaho nigrihitani sarvashah
indriyani indriyarthebhya tasya pragya pratisthita.

તેથી જેણે ઇન્દ્રિયો વિષયોથી વાળી,
તેની બુધ્ધિ થાય છે સ્થિરતા-સુખવાળી.
*
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥२-६९॥

ya nisha sarvabhutanam tasyam jagarti samyami
yasyam jagrati bhutani sa nisha pashyato muneha.

વિષયોમાં ઊંઘે બધાં, યોગી વિષય-ઉદાસ,
પ્રભુ પ્રકાશથી દૂર સૌ, યોગી પ્રભુની પાસ
*
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥२-७०॥

apuryamanam achalapratishtham samudramapaha pravishanti yadvat
tadvat kamayampravishanti sarve sa shantim apnoti na kama kami

સમુદ્ર પાણીથી બને જેમ કદી ન અશાંત,
તેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત.

Meaning
जिसकी इन्द्रियाँ संयमित नहीं हैं, उसकी बुद्धि स्थिर नहीं हो सकती और न ही उस में शान्ति की भावना हो सकती है । और जिसमे शान्ति की भावना नहीं है वह शान्त कैसे हो सकता है ? जो शान्त नहीं है उसे सुख कैसा ? जैसे कोई नाव को हवा खीच ले जाती है बिल्कुल इसी तरह भटकती हुई इन्द्रियाँ मन पर काबू पा लेती है और उसकी बुद्धि का हरण कर लेती है । इसलिये हे महाबाहो, जिसकी इन्द्रियाँ विषयों से निग्रह की हुई है, उसी की बुद्धि स्थिर होती है । जो अनित्य पदार्थ के लिए सब जीव जागते है, उसे स्थितप्रज्ञ मुनि रात की भाँति देखता है और अन्य लोगों के लिए जो रात्रि के समान है एसे परमात्मा की प्राप्ति के लिये संयमी पुरुष जागता है । जैसे नदियों का जल समुद्र में उसे विचलित किये बिना समा जाता है, उसी प्रकार स्थितप्रज्ञ पुरुष में वृतियाँ किसी प्रकार के विकार पैदा किये बिना शान्त हो जाती हैं । एसा पुरुष परम शांति को प्राप्त करता है,  न कि वह जो वृत्तियों के पीछे भागता है ।
*
જેની ઈન્દ્રિયો સંયમિત નથી એની બુદ્ધિ સ્થિર રહી શકતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી. એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે ? અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે ? જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઈન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે. એની બુદ્ધિનું હરણ કરી લે છે. એથી હે મહાબાહો, જેની ઈન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે, એમની જ બુદ્ધિ સ્થિર રહે છે. સંસારના ભોગોપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે. (અર્થાત્ જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ - નિષ્ક્રિય રહેવાનો સમય છે). એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે (અર્થાત્ જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન નથી કરતા તે પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે). જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે. (એને વૃત્તિઓ ચલિત નથી કરતી). એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃતિઓ પાછળ ભાગતો ફરે છે.


Verse 71-72

विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥२-७१॥

vihaya kaman yah sarvan pumamsh charati nishprihah
nirmamo nirahamkaraha sa shantim adhigachhati

તે જ શાન્તિને મેળવે, તૃષ્ણા ના જેને,
અહંકાર મમતા તજે, શાન્તિ મળે તેને. ॥૭૦-૭૧॥


एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥२-७२॥
esa brahmi sthitihi partha nai anam prapya vimuhyati
sthitva asyam antakale api brahma nirvanam ruchhati.

બ્રાહ્મી સ્થિતિ આ મેળવી મોહિત ના કદી થાય,
મરણ સમે તેમાં રહ્યે મુકિતમારગ જાય. ॥૭૨॥
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॥ २ ॥

Ohm iti shrimad bhagawadgitastu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade samkha yoga nama dwitiya adhyayah.

॥ અધ્યાય બીજો સમાપ્ત ॥

Meaning
सभी कामनाओं का त्याग कर, जो मनुष्य ममता, अहंकार और स्पृहा से मुक्त हो जाता है, वह परम शांति को प्राप्त करता है । हे अर्जुन, ब्रह्म में स्थित मनुष्य ऐसा होता है । ऐसी ब्राह्मी स्थिति प्राप्त करने के बाद वो भोग पदार्थो से कभी मोहित नहीं होता और अंत समय आने पर उत्तम गति को प्राप्त करता है ।
*
એથી હે અર્જુન, બધી જ કામનાઓનો ત્યાગ કર. જે મનુષ્ય મમતા, અહંકાર અને બધી જ ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તે પરમ શાંતિને પામી લે છે. હે અર્જુન, એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિતિ કરે છે. એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગપદાર્થોથી કદી મોહિત નથી થતો અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે.

No comments:

Post a Comment