Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

અધ્યાય પાંચમો : કર્મસંન્યાસ યોગ




અધ્યાય પાંચમો : કર્મસંન્યાસ યોગ


Chapter 05


Karma-Sanyas Yog

Two seemingly opposite terms - Karma and renunciation are discussed in this chapter and a middle path is suggested. Lord Krishna says that one should continue to perform actions with detachment and need to renounce its fruits. Thereby, one will perform action but will remain free from its effects.

અધ્યાય પાંચમો : કર્મસંન્યાસ યોગ

ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?

આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે.  ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને કરવું. એમ કરવાથી કર્મ માનવને બાંધશે નહી. જ્ઞાનીઓ ફળની ઇચ્છા છોડીને કર્મ કરે છે જ્યારે અજ્ઞાની લોકો ફળમાં જ બદ્ધ બની જાય છે.

ભગવાન એક બીજી અગત્યની વાત જણાવે છે કે સ્પર્શજન્ય બધા ભોગો અંતે દુઃખ આપતા હોવાથી જ્ઞાનીએ એમાં ફસાવુ નહીં. જે માનવ દેહત્યાગ પહેલાં કામ ક્રોધના વેગોને સહન કરી તેની ઉપર વિજય મેળવે છે તે સુખી થાય છે અને મુક્તિને મેળવે છે. ભગવાને એ રીતે સંયમના મહિમાને ગાયો છે.


Verse 01-05

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥५-१॥

sanyasam karmanam krishna punah yogam cha shansati
yat shreyah etayoh ekam tanme bruhi sunishchitam

વખાણો તમે કર્મને તેમ જ કર્મત્યાગ,
બંનેમાં જે શ્રેષ્ઠ હો, કહો તે મને માર્ગ.

ત્યાગ સાચો કે સંન્યાસ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥५-२॥

sanyasah karmayogah cha ninshreyaskarau ubhau
tayostu karma sanyasat karma yogo vishisyate

કર્મત્યાગ ને કર્મ તે બંને મંગલ જાણ,
કર્મત્યાગથી કર્મ છે ઉત્તમ એમ પ્રમાણ.
*

*
ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥५-३॥
gyeyah sah ritya sanyasi yo na dvesti na kankshati
nirdvanduo hi mahabaho sukham bandhat pramuchyate

જેનામાં ના વેર છે, તેને ત્યાગી માન,
આશા તૃષ્ણા છે નહીં તે સંન્યાસી જાણ.

દ્વંદ્વથકી છૂટી શકે તે મુક્તિ પામે,
સહજ શાંતિ તેને મળે, દુઃખ વળી વામે
*
सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥५-४॥

sankhya yogau prithaka balah pravadanti na panditah
ekam api asthitah samyak ubhayoh vindate phalam

જ્ઞાનકર્મને પંડિતો ગણે નહીં અળગાં,
ફળ બંનેના એક છે, અજ્ઞ ગણે અળગાં.
*
यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।
एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ॥५-५॥

yat sankhai prapyate sthanam tat yogaih api gamyate
ekam samkhayam cha yogam chayah pashyati sah pashyanti

મળે જ્ઞાનથી સ્થાન તે કર્મ થકીય મળે,
તેથી તેમાં ના કદી જ્ઞાની ભેદ કરે.


Verse 06-10

संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥५-६॥

samyaso tu mahabaho dukham aptum ayogatah
yogamuktah munih brahma nachiren adhigachhati

કર્મ કરે ના તો પછી થાય નહીં સંન્યાસ,
કર્મ કરે જે થાય તે સમયે ત્યાગી ખાસ.
*
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥५-७॥

yogayukta uihuddhatma vijitatma jitendriyah
sarvabhutatma bhutatma kurvan api na lipyate

પવિત્ર યોગી સંયમી સમદર્શી છે જે,
કર્મ કરે તોયે કદી લિપ્ત બને ના તે.
*

*
नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यञ्श्रृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्‌गच्छन्स्वपञ्श्वसन् ॥५-८॥
na eva kinchit karami iti yuktah manyeta tatvavit
payshan shrinvan shaparshan jighrann ashanan gachhan svapam

જોતાં, સુણતાં, સુંઘતાં, ખાતાં ને વદતા
સૂતાં, ઊઠતાં, બેસતાં, શ્વાસક્રિયા કરતાં
*
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥५-९॥

pralapan vishrijan grihan unmisan, nimisan api
indriyani indriyartheshu vartante iti dharyan

હું કૈંયે કરતો નથી, જ્ઞાની એમ ગણે,
ઈન્દ્રિયો વિષયોમહીં વર્તે એમ ગણે.
*
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥५-१०॥

brahmani adhaya karmani sanga tyaktva karoti yah
lipyate na sa papen padma patram eva ambhasa.

પ્રભુને અર્પીને તજી અહં કરે જે કર્મ,
તેને પાપ અડે નહીં, વ્યાપે નહીં અધર્મ.

Verse 11-15

कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि ।
योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥५-११॥

kayena manasa budhaya kevalaia indriyaih api
yoginah karma kurvanti samgam tyaktva atmashudd haye.

કાયા મન બુધ્ધિ થકી, ફકત ઈન્દ્રિયોથી,
શુધ્ધિકાજ કર્મો કરે યોગી સંગ તજી.
*
युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।
अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥५-१२॥

yuktah karmaphalam tyaktva shantim aproti naisthikim
ayuktah kamakarena phale sakto nibadhyate

ફળની તૃષ્ણા છોડતાં, શાંતિ લભે જ્ઞાની,
ફળમાં બધ્ધ બની જતાં કામી અજ્ઞાની.
*

*
सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥५-१३॥
sarva karmani manasa sanyasya aste sukham vashi
nav dvare pure dehi naiva kurvan na kavyana

મનથી કર્મ તજી, રહી નવદ્વારે નગરે,
કર્મ કરાવે ના કદી આત્મા કર્મ કરે.
*
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥५-१४॥

na kartvam na karmani lokasya srijati prabhuh,
na karmaphola danyogam svabhavah tu pravartate

કર્મ અને કર્તૃત્વ ને કર્મફળતણો યોગ,
પ્રભુ કરે નહીં, એ બધો પ્રકૃતિનો છે ભોગ.
*
नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥५-१५॥

na adatye kasyachit papam na cha eva sukritam vibhuh
agyanena avritam gyanam ten muhyanti jantavah

પાપ પુણ્ય કોઈતણું ઈશ્વર ના ખાયે,
જીવભર્યા અજ્ઞાનથી તેથી મોહાયે.

Verse 16-20

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥५-१६॥

gyanam tu tat agyanam yesham nashitam atmanch
tesham adityavay gyanam prakashayati tataparama

જ્ઞાનથકી જેણે હણ્યું પોતાનું અજ્ઞાન,
સૂરજ જેમ તેના મહીં પ્રકાશી રહે જ્ઞાન.
*
तद्‌बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥५-१७॥

tadabudhyayah tadantmamah tannisthah tannaparayanah
gachhanti apunranvrittim gyannirdhuta kalmasha

મન બુધ્ધિ નિષ્ઠા રહે જેની તે પ્રભુમાં,
જ્ઞાન-પવિત્ર ફરી ન તે જન્મે છે જગમાં.
*

*
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥५-१८॥
Vidya vinaya sampanne brahmane javi hastini
shuchi cha eva svapake cha panditah samdarshinah

બ્રાહ્મણ હાથી ગાય ને પંડિત મૂરખમાં,
જ્ઞાની ઈશ્વરને જુએ, જડ ને ચેતનમાં.
*
इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः ।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥५-१९॥

iha eva taih jitah sargah yesham samye sthitam manah
hirdosham hi samam brahma tasmat brahmani te sthitah

જીવતાં જ જગ જીતીયું સમતાવાન જને,
બ્રહ્મ જેમ નિર્દોષ તે બ્રહ્મમાં જ સ્થિત છે.
*
न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् ।
स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः ॥५-२०॥

na prahishyate priyam prapya na udvijeta prapya cha apriyam
sthirbuddhih asammudham brahmavitta brahmani sthitah.

પ્રિય પામી હરખાય ના, અપ્રિયથી ન રડે,
સ્થિર ને જ્ઞાની બ્રહ્મથી અભિન્ન થાયે તે.


Verse 21-25

बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् ।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥५-२१॥

bahya sparsheshu asaktatma vindati atmani yat sukham
sah brahmayogayuktatma sukham akshayam ashnute.

અનાસક્ત વિષયોથકી જે સુખને પામે,
સુખ અક્ષય તે બ્રહ્મમાં સ્થિત યોગી પામે.
*
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते ।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥५-२२॥

ye he sanshasparshaja bhoga duhkhayonaya eva te
adhyanta vantah kaunteya na teshu ramate dudhah

સ્પર્શજન્ય ભોગો બધાં, આદિ અને અંતે,
દુઃખ આપતા તે મહીં જ્ઞાની ના જ રમે.
*

*
शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् ।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥५-२३॥
shaknoti iha eva yah sodum prak sharir vimokshanat
kamakrodhoda bhavanm vegam sah yuktah sah sukhi narah.

દેહ ત્યાગ પહેલાં જ જે કામ ક્રોધના વેગ,
સહન કરે તે શ્રેષ્ઠ છે, સુખી થાય છે તે જ.
*
योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥५-२४॥

yah antah sukhah antararamah tatha antarjyotih eva yah
sah yogi brahmanirvanam brahmabhutah adhijachhati

આત્માનું સુખ મેળવે, આત્મામાં આરામ,
તે મુક્તિને મેળવે, રહે ન કાંઈ કામ.
*
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥५-२५॥

labhante brahman irvanam rishayah kshinakalmashah
chhinnadvaidhah yatamanah sarvabhut hite tatah

જીવોની સેવા કરે, દોષ કરે જે દૂર,
તે મુક્તિને મેળવે, પડે ન માયાપૂર.


Verse 26-29

कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥५-२६॥

kamakrodha viyuktanama yatinama yata chetasama
abhitah brahmanirvanam vartate viditatmanam

કામક્રોધ જીતે કરે મનનો સંયમ જે,
ભય છોડે જે, મેળવી મુક્તિને લે તે.
*
स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥५-२७॥

sparshan kritua bahin bahyan chakshuh cha eva antare bhruvoh
pranapano samau kritva nasabhyantar charinau

ભ્રમરમધ્યે દ્રષ્ટિ કરી, સ્થિર રોકતાં પ્રાણ,
વિષયોને અળગા કરી, ઘરે ન જગનું ધ્યાન.
*

*
यतेन्द्रिय मनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः ।
विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥५-२८॥
yatendriya mano buddhin munir moksha parayan
vigatechha bhaya krodhah yah sada muktah eva sah.

ભય ને ક્રોધ તજે, કરે મનનો સંયમ જે,
મોક્ષપરાયણ થાય જે, મુક્ત ગણાયે તે.
*
भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥५-२९॥

bhoktaram yagyatapasam sarvalok maheshwaram
suhridam sarvabhutanam gyatva mama shantim rikshati

જીવમાત્રનો મિત્ર ને સૃષ્ટિનો સ્વામી,
જાણે મુજને તે ખરે, શાંતિ જાય પામી.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मसंन्यासयोगो नाम पञ्चमोऽध्यायः ॥ ५ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade karma sanyas yoga nama pamcham adhyayah

।। અધ્યાય પાંચમો સમાપ્ત ।।

No comments:

Post a Comment