Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

અધ્યાય છઠ્ઠો : આત્મસંયમ યોગ




અધ્યાય છઠ્ઠો : આત્મસંયમ યોગ

Chapter 06


Atmasanyam Yog

In this chapter Lord Krishna give details about performing yoga. It answers common questions like where and how and in which posture should a spiritual aspirant sit and perform yoga, what kind of life should one lead etc. Spiritual aspirants would gain an invaluable insight from these sayings.

Arjuna raises a doubt that it is difficult to control mind and senses to which Lord Krishna replies that it is difficult but not impossible. Arjuna has one more doubt: What happens when an aspirant dies without reaching his ultimate goal? Lord Krishna says that nothing goes in vain. In the next birth, one marches forward from where he or she has left.

અધ્યાય છઠ્ઠો : આત્મસંયમ યોગ

ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ. આવા યોગીને મન પત્થર કે સોનું - બધું જ સરખું હોય છે.

આત્મસંયમયોગમાં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે. સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર, કેવી રીતે બેસવું તથા કેવી પ્રક્રિયાનો આધાર લેવો જોઇએ કે જેથી મન પર કાબુ પ્રસ્થાપી શકાય એ વિશેની વિશદ છણાવટ કરવામાં આવી છે.  આત્મસંયમયોગના સાધક માટે અતિ ઉજાગરા કે અતિ આહાર વર્જ્ય છે. ગીતા મધ્યમ માર્ગનું પ્રતિપાદન કરે છે.

મનના સંયમની વાતને અર્જુને યોગ્ય રીતે જ દુષ્કર બતાવી જણાવ્યું કે મન તો વાયુ જેવું અતિ ચંચલ અને બલવાન છે. તેનો કાબૂ કરવો અતિ કઠિન છે. એના પ્રત્યુત્તરમાં ભગવાને જણાવ્યું કે પ્રયત્ન અને વૈરાગ્ય - એ બે સાધનની મદદથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.

યોગમાર્ગની અધૂરી સાધનાવાળા સાધકની શી દશા થાય છે એવા અર્જુનના પ્રશ્નના અનુસંધાનમાં ભગવાન જણાવે છે આવો સાધક ફરી પુણ્યવાન ઘરોમાં જન્મીને પોતાની અધૂરી રહેલી સાધનાને આગળ ધપાવે છે. કરેલી સાધના કદીપણ નકામી જતી નથી.

Verse 01-05

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavana uvacha

अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥६-१॥

anashritah karma phalam karyam karma karoti yah
sah sanyasi cha yogi cha na niragnih ha cha akriyah

ફલનો આશ્રય છોડતાં, કર્મ કરે છે જે,
સંન્યાસી તે છે ખરો, યોગીજન પણ તે.

અગ્નિને અડકે નહીં, કર્મ કરે ના તોય,
માયા મમતા હોય તો ત્યાગી થાય ન કોય.
*
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥६-२॥

yam sanyasam iti prahuh yogam tam viddhi pandava
nahi chsanyastasan kalpah yogi bhavati kashechana

યોગ અને સંન્યાસ બે અલગ ખરે જ નથી,
છોડે ના સંકલ્પ તે યોગી થાય નહીં.
*

*
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥६-३॥
arurukshoh muneh yogam karma karnam uchyate
yogarudhasya tasya eva shamah karanam uchyate

યોગ-સાધના કાજ તો સાધન કર્મ મનાય,
શમના સાધનથી પછી યોગરૂઢ થવાય.
*
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥६-४॥

yada hi na indriyarthesha na karmasu anusajjate
sarvasankalpa sanyasin yogarudhah tada uchyate

ઈન્દ્રિયોના વિષયની મમતા છૂટી જાય,
સંકલ્પ મટે તે પછી યોગારૂઢ ગણાય.
*
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥६-५॥

udharet atmana atmanama na atmanam avasadayeta
atma eva hi atmanah bandhuh atma eva ripuh atmanah.

કરવું પતન ન જાતનું, કરવો નિત ઉધ્ધાર,
પોતે શત્રુ, મિત્ર ને પોતાનો રખવાળ. ॥૫॥

Verse 06-10

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६-६॥

bandhuh atma atmahan tasya ten atma eva atmana
tijah anatmanah tu shatrutve nartet atma eva shatruvat

જે મનને જીતે સદા મિત્ર બને છે તે,
પોતાનો શત્રુ બને મન ના જીતે જે.
*
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥६-७॥

Jitatmanah prashamtasya Paramatma samahitah
Shitosnasukhduhkhashu Tatha manapranayo.

જાત ઉપર સંયમ કરી લે છે જે યોગી,
શાંત હોય તે, હોય છે પ્રભુ-રસનો ભોગી.

ટાઢ તાપ સુખ દુઃખ ને માન તેમ અપમાન,
ચલિત કરે જેને ન તે યોગી ઉત્તમ જાણ.
*

*
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥६-८॥
gyanvigyana triptatma kutastha vijitendriyah
yuktah iti uchyate yogi samalosthasma kanchanah

પત્થર સોનું મૃત્તિકા તેને સરખાં હોય,
તૃપ્ત જ્ઞાન-વિજ્ઞાનમાં સાક્ષી જેવો સ્હોય.
*
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥६-९॥

shuhin mitraryudasinamadhyasthadveshayabandhushu
sadhushu api cha papeshu samabudhih vishisyate.

મિત્ર શત્રુ મધ્યસ્થ કે બંધુ સ્નેહીમાં,
સમબુધ્ધિ છે તે કહ્યો ઉત્તમ યોગી હા.
*
ધ્યાનની સમજ

योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥६-१०॥

Yogi yunjita satatam atmanam rahasi sthitah
ekaki yatchittatma nirashih aparigrabah

એકાંતમહી બેસવું યોગીએ હરરોજ,
તૃષ્ણા ને સંગ્રહ તજી કરવી અંતર ખોજ.

Meaning

એકાંતમાં રહેનારા યોગીએ એકલા જ રહેવું, મન તથા ઈન્દ્રિયોનો સમુચિત સંયમ સાધવો, તૃષ્ણા અને આશાનો ત્યાગ કરવો, અપરિગ્રવૃત્તિથી રહેવું અને સદા સતત રીતે આત્માનું ધ્યાન કરવું મનને આત્મામાં જોડવું.

Verse 11-15

शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥६-११॥

shuchau deshe pratisthapya sthiram asanam atmanah
na atiyuchhitam na atinecham chailajin kushottarama

સંયમ જાતતણો કરી એકલા જ રે'વું,
પવિત્ર સ્થાને દ્રઢ કરી આસનને દેવું.
*
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥६-१२॥

tatra ekagram manah kritva yatchitendriyamkriyah
upvishvayasane yunjyat yogan atma vishudhyate

ઈન્દ્રિયો મન વશ કરી, મન એકાગ્ર કરી,
આત્મ શોધવા યોગને કરવો શાંતિ ધરી
*

*
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥६-१३॥
samam kayashirogreenam dharyana achalam sthirah
samprekshya nasikagram svamdishah cha anavalokayan

કાયા મસ્તક ડોકને કરવા સરખાં સ્થિર,
નાસિકાગ્રને દેખવું, ધરી ચિત્તમાં ધીર.
*
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥६-१४॥

prashantatma vigatbhin brahma chariurate sthitah
manah sanyamya macchittah yuktah asita matparah

સ્થિરતા રાખી ભય તજી, બ્રહ્મચર્ય પાળી,
મન મારામાં જોડવું બીજેથી વાળી.
*
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥६-१५॥

yunjan evam sada atmanama yogi niyatmanasah,
shantin nirvana parmam matsanstham adhigachhati

સંયમથી અભ્યાસને આમ કરે છે જે,
પરમ શાંતિ મુજમાં રહી પ્રાપ્ત કરે છે તે.

Meaning

પવિત્ર પ્રદેશમાં સ્થિર આસનને તૈયાર કરવું. એ વધારે ભારે કે છેક જ ખૂંચે તેવું હલકું ના હોય તેનું ધ્યાન રાખવું. આસન ઉત્તરોત્તર કુશ, મૃગચર્મ ને રેશમી વસ્ત્રનું રાખવું. એ આસન પર મનને એકાગ્ર કરી, મન અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓનો કાબૂ કરીને, આત્માની શુદ્ધિ અને આત્માના સાક્ષાત્કારની ઈચ્છાથી પ્રેરાઈને બેસવું અને યોગાભ્યાસમાં જોડાવું.
કાયા-મસ્તક-ગ્રીવાને સમાંતર રાખી, સ્થિર અને અચળ રાખી, પોતાના નાસિકાગ્ર પર દ્રષ્ટિને કેન્દ્રિત કરવી. દિશાપ્રદિશાનું અવલોકન ના કરવું. અશાંતિ અને ભયમાંથી મુક્તિ મેળવવી, બ્રહ્મચર્યવ્રત પાળવું, મનને સંયમમાં રાખવું ને પરમાત્મામાં જોડી દેવું. એવી રીતે સદાને માટે મનને સંયમમાં રાખનારો અને આત્મામાં જોડનારો અથવા આત્માનું અનુસંધાન સાધનારો યોગી પરમાત્માની અંદર રહેનારી પરમ સનાતન શાંતિને પામી લે છે.

Verse 16-20

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥६-१६॥

na ati ashranatah tu yogah astina chha ekantam anaschanatah
na cha ati swapnashilasya jagratah na eva cha arjuna

ઉપવાસી રે'વું નહીં, ખાવું ના પણ ખૂબ.
ઉજાગરા કરવા નહીં, ઊંઘવું નહીં ખૂબ.
*
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥६-१७॥

yuktaharviharasya yuktachestasya karmashu
yuktaswapnavbodhasya yogah bhavati duhkhah

યોગ્ય કરે આહાર ને વિહાર તેમજ કર્મ,
જાગે ઊંઘે યોગ્ય તે લભે યોગનો મર્મ.
*

*
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥६-१८॥
yada viniyatam chittam atmani eva avatisthate
nihsprih sarva kamebhyah yuktah iti uchyatetada

ચિત્ત થાય વશ ને પછી આત્મામાં સ્થિર થાય,
નિઃસ્પૃહ યોગી થાય તે યોગી યુક્ત ગણાય.
*
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥६-१९॥

yatha deepah nivatasthah na ingate saupma smrita
yoginah yatchitsya yunjat yogan atmanah.

હવા વિનાના સ્થાનમાં દિવો ના હાલે,
તેવું મન  યોગીતણું ચળે ન કો' કાળે.
*
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥६-२०॥

yatra uparmate chittam niruddham yoga sevaya yatra
cha ena atmana atmanam pashyam atmani tushyati

યોગીજનના ચિત્તનો પૂરો સંયમ થાય,
ડૂબી જાય ધ્યાનમાં, ત્યારે રસમાં ન્હાય.


Verse 21-25

सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥६-२१॥

sukham atyantikam yat tata buddhigrahyam atindriyam
vetri yat nacha ayam sthitah chalati tatnatah

આત્માનો અનુભવ કરી આનંદમહીં ન્હાય,
બુધ્ધિ ને ઈન્દ્રિયથી અતીત સુખમાં ન્હાય.
*
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥६-२२॥

yam labdhava cha aparam labham manyate na adhikama tatah
yasmin stithah na duhkhena guruna api vichalyate

તેનાથી કોઈ નથી બીજો ઉત્તમ લાભ,
તેને પામી ના ચળે પડે ભલેને આભ.
*

*
तं विद्याद्‌दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥६-२३॥
tat vidyat dkhah sanyoguiyogam, yoga samagyiytam
sah nishchayena yokatavhay yogah aniruidda chetsah

દુઃખ મટી જાયે બધું, તેને યોગ કહ્યો,
મનને મજબૂત રાખતાં કરવો  તે જ રહ્યો.
*
संकल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥६-२४॥

samkalpprabhavana kamana tyaktua sarvan asheshatah
manasa eva indriyagramam viviyama samantatah.

સંકલ્પથકી કામના થાયે તે ટાળે,
ઇન્દ્રિયો મનથી બધી સંયમમાં ધારે.
*
शनैः शनैरुपरमेद्‌बुद्ध्या धृतिगृहीतया ।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥६-२५॥

sanaih sanaih uparmeya buddhaya ghritigrihitaya
atmasamstham manah kritua na kinchit api chintayeta

ધીરે ધીરે બુધ્ધિને કરે પછી ઉપરામ,
વિચાર ન કરે, મન કરી સ્થિરને આત્મારામ.

Verse 26-30

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥६-२६॥

yatah yatah rishacharati manals chamchalam asthiram
tatah tatah niyamya etat atmani eva vasham naxeta.

મન આ ચંચલ જાય છે અનેક વિષયો માંહ્ય,
વાળી પાછું જોડવું તેને આત્મા માંહ્ય.
*
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥६-२७॥

prashnatmanasam hi enam yoginam sukham uttamam
upaiti shanta rajasam brahma bhutam akalmasham

કરતાં એમ થઇ જશે મન આત્મામાં શાંત,
સુખ ઉત્તમ ત્યારે થશે, દોષ થશે સૌ શાંત.
*

*
युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥६-२८॥
yunjannevam sadatmanam yogi vigatkalmashah
sukhena brahmasaushparsham atyantam sukham ashrute

રોજ કરે છે યોગ આ તે તો નિર્મલ થાય,
બ્રહ્મપ્રાપ્તિ સુખ પૂર્ણ તે પામી તેમાં ન્હાય.
*
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥६-२९॥

sarvabhutastham atmanam sarvabhutani cha atmani
ikshate yoga yuktatma sarvatra samadarshanah

આત્માને સૌ જીવમાં આત્મામાં સૌ જીવ,
યોગી જુએ હંમેશ એ સમદર્શીની રીત.
*
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥६-३०॥

yah mam pashyato sarvatra sarvam cha may pashyati
tasya aham na pranasyami sahcha me na pranashyati

જે મુજને સઘળે જુએ, મારામાં ને સર્વ,
તેનાથી ના દૂર હું, તે ના મુજથી દૂર.


Verse 31-35

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥६-३१॥

Sarvabhutasthitam yah mamabhajati ekatvam asthitah
samvatha vartmanah api sah yogi mayi uartate

રહેલ સર્વે જીવમાં મને ભજે છે જે,
વર્તે સર્વપણે ભલે, મુજમાં વર્તે તે.
*
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥६-३२॥

atmaupamyena sarvatra samam pashyati yah arjuna
sukham na yadi va duhkham sah yogi param matah

આત્મ જુએ સૌમાં અને અનુભવ કરે સમાન,
જાણે પરની પીડ તે યોગી માન મહાન
*

*
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna Uvacha
योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥६-३३॥

yah ayam yogah thaya proktah samyena madhusudhan
etasys ahaum na pasyam chauchaltivat sthitim sthiram.

સમતાનો આ યોગ જે કહ્યો તમે પ્રભુ હે,
ચંચલતાને કારણે અશક્ય લાગે તે.
*
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्‌दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥६-३४॥

chanchalam hi manah Krishna pramathi balwat dridham
tasya aham nigraham manya vayoh eva suduskaran

મન ચંચલ બલવાન છે જક્કી તેમજ ખૂબ,
વાયુ જેમ મુશ્કેલ છે તેનો સંયમ ખૂબ.
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagvan uvacha

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥६-३५॥

ashamsayam mahabaho manah durnigraham cholama
abhyasena tu kaunteya vairagyena cha grihyate

મનને ચંચલ છે કહ્યું, તે છે સત્ય ખરે,
પ્રયત્ન ને વૈરાગ્યથી યોગી કાબુ કરે.

Verse 36-40

असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥६-३६॥

asanyatmana yogah dusprapyah eti me matin
vashyatmana tu yatata shakyah avaptum upayatah

અસંયમીને યોગ તો મુશ્કેલ કહ્યો છે,
સંયમશીલ પ્રયત્નથી પ્રાપ્ત કરે છે તે.
*
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥६-३७॥

ayatin shradhaya upatah yogat chalitmanasah
aprapya yogsamsidhim kama gatim krishna gachhati

અસંયમી શ્રધ્ધાભર્યો ચલિત યોગથી થાય,
યોગસિધ્ધિ ના પામતાં તેની શી ગતિ થાય ?
*

*
कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥६-३८॥
kanchit na ubhayavibhrastah chhinabhram eva nashyati
apratisthah mahabahoh vimudhah brahmanah pathi

છિન્નભિન્ન વાદળસમો વિનાશ તેનો થાય ?
બ્રહ્મપ્રતિષ્ઠાહીન તે વિમૂઢનું શું થાય ?
*
एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥६-३९॥

etat me shanshayam krishna chettum arhasi aseshatah
tvadanyah sanshayasya asya chetta na hi upapadhyate

પૂર્ણપણે મારી તમે શંકા દૂર કરો,
અન્ય કોણ હરશે, ન જો શંકા તમે હરો ?
*
યોગભ્રષ્ટની ગતિ વિષે

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्‌दुर्गतिं तात गच्छति ॥६-४०॥

parth na eva ih na amutra vinashah tasya vidhyate
ha hi kalyankrita kashita durgatim tat gachhati.

આ લોકે પરલોકમાં નાશ ન તે પામે,
મંગલકર્તા ના કદી દુર્ગતિને પામે.


Verse 41-45

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥६-४१॥

prapya pundya kritam lokan ushitha shashvathi samah
shuchinam shrimatam gehe yogabrasthah abhijayate

પુણ્ય ભરેલા લોકને તે યોગી પાવે,
પછી પવિત્ર ઘરોમહીં જન્મ લઇ આવે.
*
अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥६-४२॥

athava yoginama eva kule bhavati dhimatama
eta hi durlabhtaram loke janma yat iddrisham

જ્ઞાની યોગીના કુલે અથવા જન્મ ધરે
દુર્લભ જગમાં કો'કને આવો જન્મ મળે.
*

*
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥६-४३॥
tatra tam buddhisanyogam labhate pauruadehikam
yatate cha tato bhuyah san sidhau kurunandanam

પૂર્વજન્મના જાગતાં ત્યાં પણ સૌ સંસ્કાર,
યત્ન કરે યોગી વળી ભવને કરવા પાર.
*
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥६-४४॥

purvabhyasena tainena hriyate hi avashah api sah
jigyasuh api yogasya shabdabrahma ativartate

પૂર્વજન્મ સંસ્કારથી અવશ્ય યોગ કરે,
યોગેચ્છાથી તત્વ તે ઉત્તમ પ્રાપ્ત કરે.
*
प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥६-४५॥

prayatnat yatmanah tu yogi sanshuddhakilvishah
anekajanmasansiddhah yati param gatim

પ્રયત્ન ખૂબ કર્યા થકી મેલ હૃદયના જાય,
એમ ઘણા જન્મે પછી સિધ્ધ યોગમાં થાય.


Verse 46-47

तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥६-४६॥

tapasvibhyah adhikah yogi gyanibhyah api matah adhikah
karmibhyah cha adhikah yogi tasmat yogi bhava arjuna

જ્ઞાની તપસીથી કહ્યો યોગી ઉત્તમ મેં,
કર્મીથી છે શ્રેષ્ઠ, તો યોગી તું ય થજે.
*

*
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥६-४७॥
yoginam api sarvesham madgatena antaratmana
shradhavan bhajate yah mama soh me yuktatamah matah

મારામાં મન જોડતાં, કરી વળી વિશ્વાસ,
ભજે મને દિનરાત તે ઉત્તમ યોગી ખાસ.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः ॥ ६ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade atmasanyam yogo nama sasthamo adhyayah.

।। અધ્યાય છઠ્ઠો સમાપ્ત ।।

No comments:

Post a Comment