Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

અધ્યાય અગિયારમો : વિશ્વરૂપદર્શન યોગ



અધ્યાય અગિયારમો : વિશ્વરૂપદર્શન યોગ


Chapter 11


Vishwaroop Darshan Yog

To satisfy the desire of Arjuna to behold the divine form, Lord Krishna bestow divine eye to Arjuna. In the divine form, Arjuna could see all the warriors entering in Lord's mouth and get annihilated. Arjuna realizes that it does not matter whether he kills them or not, they are going to die of their own destiny. Killing them in the battle field is not a sin but part and partial of his duty. Arjuna also realize that Krishna is not just his charioteer or close friend but the manifestation of supreme divinity himself. He therefore apologize for his past misbehavior and sing the songs of His glory.

અધ્યાય અગિયારમો : વિશ્વરૂપદર્શન યોગ

ભગવાને દસમા અધ્યાયમાં પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કર્યું એથી અર્જુનને સ્વાભાવિક જ એ સ્વરૂપ નિહાળવાની ઇચ્છા જાગી અને તેણે તે ભગવાન આગળ વ્યક્ત કરી.

ભગવાને જણાવ્યું કે દિવ્ય સ્વરૂપનું દર્શન સાધારણ ચર્મચક્ષુઓ વડે કરવું શક્ય નથી. એ માટે દિવ્ય ચક્ષુઓ જોઇએ. ભગવાને કૃપા કરી અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યાં કે જેના વડે તે ભગવાનનું અપાર મહિમાવંતુ રૂપ નિહાળી શક્યો. અર્જુને જોયું કે તે સ્વરૂપના હજારો હાથ હતા, હજારો મુખ હતા, હજારો પગ હતા. ઘરેણાં અને શસ્ત્રોનો ત્યાં પાર ન હતો. માળા અને ગંધથી શરીર શોભિત હતું. એમાં બધા જ લોક સમાયેલા હતા. તેનું આદિ કે અંત જણાતું ન હતું. તેજના અંબાર સમા, સૂર્ય-ચંદ્રની આંખવાળા, નભને અડનારા એ તેજોમય સ્વરૂપમાં હજારો જીવો પ્રવેશી રહ્યા હતા.

ભગવાને અર્જુનને બતાવ્યું કે જે વીરોને તે રણભૂમિમાં નિહાળી રહ્યો છે તે સર્વે નાશ પામનાર છે. યુદ્ધ તો માત્ર નિમિત્ત જ છે. માટે ભય તજી યુદ્ધ કર ને વિજયી બન.

ભગવાનના દિવ્ય સ્વરૂપ જોઇ અર્જુન સ્તુતિ કરે છે અને તેમને અત્યાર સુધી સામાન્ય માનવ ગણી, પોતે તેમની સાથે મિત્ર રૂપે કરેલ વર્તાવ બદલ માફી માગે છે.

ભગવાન અર્જુનને કહે છે તેં જે રૂપનું દર્શન કર્યું તે હજુ સુધી કોઇએ જોયું જ નથી. દેવોને માટે પણ તે રૂપ જોવું મુશ્કેલ છે. વેદ, યજ્ઞ, તપ કે દાનથી એ રૂપ નિહાળી શકાતું નથી. માત્ર અનન્ય ભક્તિથી જ તેને જોઇ શકાય છે. આમ કહી ભગવાન હવે ભક્તિનો મહિમા ગાય છે.

Verse 01-05

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna Uvacha

मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥११-१॥

madanugrahaya paramam guhyam adhyatmasangyitam
yat tvaya uktam vachah tena moha ayam vigatahmam

કૃપા કરીને જે કહ્યા હિતના શબ્દ તમે,
તેથી મોહ જતો રહ્યો મારો પ્રભુજી હે.
*
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥११-२॥

bhavapyayau hi bhutanam shrutam vistarashah maya
tvattah kamalpatraksha mahatman api cha ayayam

ઉત્પત્તિલય જગતનાં સુણ્યા પ્રેમથી મેં,
મહિમા જાણ્યો છે વળી તમારા થકી મેં.
*

*
एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥११-३॥
evam etat yadya atath tvam atmanam parmeshwar
drustam icchami te rupam aishwaryam purushottam.

જગના કારણ છો તમે, જગના નાશક છો,
રૂપ તમારું વિશ્વમાં કેવું વ્યાપક હો.

જોવાને તે રૂપને મુજને ઇચ્છા થાય,
યોગેશ્વર, તે રૂપને બતાવો હૃદય ચ્હાય.
*
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥११-४॥

manyase yadi tat chakyam maya dristum iti prabho
yogeshwar tatah me tvam darshaya atmanam avyayam

જોઇ રૂપ શકીશ હું એવી ખાત્રી થાય,
યોગેશ્વર, તો રૂપને બતાવો હૃદય ચ્હાય.
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥११-५॥

pashya me partha rupani shatashah atha shahastrashah
nanavidhan divyani nanavarna kritin cha

જો તું મારા રૂપને અનેક રૂપભર્યું,
અનેકરંગી રૂપ તે દિવ્ય વિરાટ ધર્યું.



Verse 06-10

पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥११-६॥

pasya adityan vasun rudran ashwinau marutah tatha
bahuni adristapurvani pashya ashcharyani bharat

રુદ્ર મરુત આદિત્ય ને અશ્વિનીકુમારો,
અચરજકારક જો વળી કૈં મહિમા મારો.
*
इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥११-७॥

ih ekastham jagat kritsnam pashya adha sacharacharam
mama dehe gudakesha yat cha anyat drustum icchasi.

જો આ મારા અંગમાં સારાયે જગને,
જે જે જોવું હોય તે, બતાવીશ તુજને.
*

*
न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११-८॥
na tu mam shakyase drutum anena eva svachashusha
divyam dadami te chakshuh pashya me yogam aishwaram

તારી આંખે ના તને દેખાશે મુજ રૂપ,
દૈવી આપું આંખ હું, જો તું દિવ્ય સ્વરૂપ.
*
संजय उवाच
સંજય કહે છે
Sanjaya uvacha

एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥११-९॥

evam uktva tatah rajan mahayogeshwarah harih
darshayamas parthaya parmam rupain aishwaram

એમ કહી યોગીતણા યોગી શ્રી પ્રભુએ,
દિવ્ય બતાવ્યું રૂપ તે પ્રેમી અર્જુનને.
*
अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥११-१०॥

anekava ktranayanam anekaadbhutdavsharam
anekadivyabharanam divyanekodhatayudham.

આંખ હજારો ને વળી મુખ પણ હતાં હજાર,
ઘરેણાં અને શસ્ત્રોનો હતો નહીં ત્યાં પાર.


Verse 11-15

दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥११-११॥

divyamalayamberdharam divyagavdhanuleparam
survascharyamayam devamantam vishwatonwkham

માળા તેમજ ગંધથી શોભિત હતું શરીર,
વિરાટ દિવ્ય અનંત ને અચરજપૂર્ણ શરીર.
*
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥११-१२॥

divi suryasahtrashya bhaveta yugapat uthita
yadi bhah sadrishi sa syat bhasah tasya mahatmana

હજાર સૂર્ય ઊગે કદી ને પ્રકાશ પથરાય,
તેમજ પ્રભુના રૂપનું તેજ બધે પથરાય.
*

*
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥११-१३॥
tatra ekastham jagat kritsnam pravibhaktam anekadha
apashyata devadevasya sharire pandavah tada

પ્રભુ શરીરમાં અર્જુને જગ આખું જોયું,
અનેક રૂપોમાં રહ્યું જગ આખું જોયું.
*
ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनंजयः ।
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥११-१४॥

tatah sah vishmayavista hristaroma dhananjayah
pranamya shirsa devam kritanjalih abhasat

અચરજ પામેલો વળી રોમાંચિત અર્જુન,
શીશ નમાવીને વદ્યો રોમાંચિત અર્જુન.
*
अर्जुन उवाच
અર્જુન કહે છેઃ
पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंघान् ।
ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥११-१५॥

pashyami devan tav deva dehe sarvan tatha bhutavisheshsanghan
brahmanamisham kamalasanastha rishin cha sarvan urgan cha divyan.

દેવ તમારા દેહમાં સમાયા બધાં લોક,
કમળપરે બ્રહ્મા અને ઋષિ પણ ત્યાં છે કો'ક.


Verse 16-20

अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ॥११-१६॥

anekabahudarvaktranetram pashyami tvam sarvatah anantrapam,
na antam na madhyam napunah tava adim pashyami vishwesharar-vishvarupa.

હાથ તેમ આંખો વળી પેટ ગણી ન શકાય,
આદિ મધ્ય કે અંત આ રૂપતણો ન જણાય.
*
किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥११-१७॥

kiritinam gadinam chakrinam cha tejorashim sarnatah diptimantam
pashyami tvam durnikshayam samantat diptanalarkdhyutim aprameya

મુકુટ ગદા ને ચક્રથી શોભે દિવ્ય સ્વરૂપ,
તેજતણો અંબાર આ જોઈ ન શકું રૂપ.
*

*
त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानम् ।
त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे ॥११-१८॥
tvam aksharam parmam veditavyam tvam ashya vishwasys param nidhanam
tvam avyayah shashwatadharmagopta sanatanastvam purusho mato me

વિરાટ તેમ પ્રદીપ્ત છે દિવ્ય તમારું રૂપ,
ચારે બાજુ દેખતો દિવ્ય તમારું રૂપ.

અમર તમે, ઉત્તમ તમે ફકત જાણવા જોગ,
ધર્મતણા રક્ષક તમે, એક અનન્ય અમોઘ.
*
अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।
पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥११-१९॥

anadimadhyantam anantaviryam anantbahum sashisooryanetram
pashyami tvam diptahutashvaktram svajejasa vishvamidam tapantam

જગના આશ્રય, આદિ ને અંત વિનાનાં છો,
સનાતન, બલી, વિશ્વને તપાવી રહ્યા છો.

સૂર્યચંદ્રની આંખ છે, હાથ હજાર વળી,
અગ્નિ જેવા વદનના, રહ્યા પ્રકાશ કરી.
*
द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥११-२०॥

dhavaprithivyah idam antaram hi vyaptam tvaya ekena dishah cha sarvah
dritna adbhutam rupam ugram tava idam lokatrayam pravyathitam mahatman

પૃથ્વી ને આકાશમાં વ્યાપક એક તમે,
સર્વ દિશામાં છો રહ્યા દિવ્ય સ્વરૂપ તમે.

ઉગ્ર રૂપ જોઈ થયા ભયભીત બધા લોક,
પ્રવેશી રહ્યા રૂપમાં દેવજનો પણ કો'ક.


Verse 21-25

अमी हि त्वां सुरसंघा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥११-२१॥

ami hi tam sursanghah vishanti kechit bhitah pranjalayah grinanti
svasti iti uktva maharashisiddhasanghah stuvanti tvam statibhih puspakalabhih

દેવ તમોને વંદતા વંદે ઋષિ પણ તેમ,
સ્તવન કરે છે સિધ્ધ સૌ, ગાન ગાય ના કેમ
*
रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिद्धसंघा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥११-२२॥

rudradiyah vasavah ye cha sadhyah vishve ashwinau marutah cha usmapahcha
gandharvayakshasur siddhasanghah vikchante tvam vismitah cha eva carve

રુદ્ર તેમ વસુ સાધ્ય ને વિશ્વદેવ ગંધર્વ,
પિતૃ યક્ષો સિધ્ધ સૌ જુએ તજીને ગર્વ.

કુમાર મરુતગણો વળી અચરજથી જોતાં,
મહાન જોઈ રૂપને ભાન બધું ખોતાં.
*

*
रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम् ।
बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥११-२३॥
rupam mahat te bahuvaktranetram mahabaho bahubahurupadam
bahudaram bahudanstrakaralam dristva lokah pravyathitah tatha aham

અનેક મુખ ને નેત્ર ને બાહુ તેમ પગ છે,
દાઢ ભયંકર દેખતાં, ભીત થયું જગ છે.
*
नभःस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ॥११-२४॥

nabhahspursham diptam anekavarnam vyaptanam diptavishalnetram
dristva hi tam pravyathitantaratma dhritim na vindami shamam cha vishnau

નભને અડનારું વળી રંગતેજમય રૂપ,
વિશાળ નયને ઓપતું, દિવ્ય વિરાટ સ્વરૂપ.
*
दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि ।
दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥११-२५॥

danstrakaralani cha te mukhani drastva eva kalanalasannibhani
disho na jane nalabhe cha charma prasid devesh jagannivas

વ્યથા થાય છે દેખતાં, પ્રાણ ખરે ગભરાય,
ધીરજ ખૂટી જાય ને મનની શાંતિ હરાય.

પ્રલયકાર અંગારશું જોઈ ઉગ્ર સ્વરૂપ,
જ્ઞાનસ્વસ્થતા ના રહે, પ્રસન્ન હો જગભૂપ.



Verse 26-30

अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसंघैः ।
भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः ॥११-२६॥

amichatvam dritarastrasya putrah sarve sah eva avanipalsanghaih
bhismah dronah sutputrahtatha asam sah asmadiyaih api yodhamukhaih

ધૃતરાષ્ટ્રતણાં પુત્ર સૌ કૈં રાજાની સાથ,
ભીષ્મ દ્રોણ કે કર્ણ આ વીર અમારા લાખ.
*
वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि ।
केचिद्विलग्ना दशनान्तरेषु संदृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥११-२७॥

vaktrani te trarmanah vishanti danstrakaralani bhayankani
kechit vilagnah dashnamtareshu sandrishyante churnitaih uttamangaih.

ઘોર તમારા વદનમાં સર્વ પ્રવેશે છે,
ચોંટે દાંતે કૈંકના મસ્તક તૂટે છે.
*

*
यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति ।
तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥११-२८॥
yatha madinam bahavah ambuvegah samudram eva abhimukhah dravanti
tatha tavami narlokvira vishanti vakranyabhivijvalanti

નદી હજારો જાય છે સાગરમાંહી જેમ,
લાખો લોકો પેસતાં, વદન તમારે તેમ.
*
यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगाः ।
तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥११-२९॥

yatha pradiptam jwalanam patanga vishanti nashaya samriddhavegah
tathaive nashaya vishanti lokah tava api vaktrani samriddhavegah

પતંગિયું દીવે પડે મરવા માટે જેમ,
લાખો લોકો પેસતાં, વદન તમારે તેમ.
*
लेलिह्यसे ग्रसमानः समन्ताल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।
तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥११-३०॥

lelihyase grasmanah samantat lokan samgrah vadanaih jwaladbhih
tejobhih apurya jagat samagram bhasah tava ugrah pratpanti vishnau

જીભ તમે ચાટો, ગળી જલદમુખે સૌ લોક,
ઉગ્ર પ્રભાથી, તેજથી ભરી રહ્યા છે લોક.


Verse 31-35

आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद ।
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥११-३१॥

akhayahi me kah bhavan ugrarupah namah astu te devavar prasid
vigyatumichhami bhavantam adhyam na hi prajanam tava pravrittim

ઉગ્ર રૂપનાં કોણ છો દેવ કહો મુજને,
મૂળ રૂપ ધારો, પડે સમજ કૈં ન મુજને.
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥११-३२॥

kalah asmi lokakshayakrita pravidhah lokan samahavtum in pravrittah
rute api tvami na bhavishyanti sarve ye avasthitah pratyanikeshu yodhah

કાળ લોકનો હું થયો નાશકાજ તૈયાર,
નહીં હોય તું તોય આ વીર બધા મરનાર.
*

*
तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।
मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् ॥११-३३॥
tasmat tvam uttista yashah labhasva
jitva shatrun bhunjaskshva rajyam samriddham
maya eva ite ninitah purvameva
nimittamatram bhava sabyasanchin

તેથી ઊભો થા, લડી રાજ્ય કરી યશ લે,
નિમિત્ત થા તું તો હવે, વીર હણ્યા છે મેં.
*
द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् ।
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् ॥११-३४॥

dronam cha bhismam cha jaidratham cha
karnam tatha anyan api yodhaviran
maya hatan tvam jahima vyatisthah
yudhasva jetasi rane sapatnam

દ્રોણ, ભીષ્મ ને કર્ણ ને જયદ્રથ વીર હજાર,
હણેલ મેં તું હણ હવે, ચિંતા કર ના લગાર.

યુધ્ધ કરી લે ભય તજી, વિજય થશે તારો,
શત્રુને તું મારશે, વિજય થશે તારો.
*
संजय उवाच
સંજય કહે છે
Sanjaya uvacha

एतच्छ्रुत्वा  वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥११-३५॥

etat shrutva vachanam kesavasya kritanjalih vepamanah kiriti
namaskritva bhuyah eva ah Krishnan sagadgadam bhitbhitih pranamya

વચનો આવા સાંભળી, વંદન ખૂબ કરી,
ગદ્ ગદ્ સ્વરથી બોલીયો, અર્જુન પ્રેમ ધરી.



Verse 36-40

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च ।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥११-३६॥

sthane hrishikesha tava prakirtya jagat prahrisyati anurajyate cha
rakshansi bhitani disho dravanti sarve namasyanti cha siddhasangha

હરખાયે સૌ લોક ને કીર્તિ તમારી ગાય,
રાક્ષસ નાસે ભયથકી, સિધ્ધ નમે ને ગાય.
*
અર્જુન સ્તુતિ કરે છે

कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥११-३७॥

kasmat cha te na nameram mahatman gariyase brahmanahapi adikartre
anant devesh jagannivas tvam aksharam sat asat tataparam yat

કેમ નમે ના તે બધા, સૌના આદિ તમે,
અનંત વિશ્વાધાર છો, અક્ષર પરમ તમે.

મૂળ સર્વના છો તમે, છો જગના આધાર,
પરમધામ સર્વજ્ઞ છો, સૌના સરજનહાર.
*
*
त्वमादिदेवः पुरुषः पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम् ।
वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप ॥११-३८॥
tvam adidevah purushah puranah tvam asya vishvasya param nidhanam
vetta asi vedhyam cha param cha dham tvaya tantam vishvam anantrupa

પુરાણ પુરૂષ તમે, વળી સૌના જ્ઞાતા છો,
જ્ઞેયરૂપ છો, સર્વ ને સર્વથકી પર છો.
*
वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥११-३९॥

vayuh yamah agnih varunah shasankah prajapatin tvam prapritamah cha
namah namah te astu sahstrakritvah punah cha bhuyopi namah te

યમ, અગ્નિ ને વાયુ ને વરુણ ચંદ્ર તમે,
બ્રહ્મા, બ્રહ્માના પિતા, અનંત રૂપ તમે.

વ્યાપક વિશ્વમહીં વળી વિશ્વથકી પર છો,
નમું હજારોવાર ને નમન ફરી પણ હો.
*
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥११-४०॥

namah purastat atha pristhatah te namah astu te sarvatah
eva sarva anantuirya amitvikramah tvam sarvam samapnoshi tatah asi sarvah

આગળ પાછળથી નમું, ચારે તરફ નમું,
અખૂટ બલભંડાર હે, વારંવાર નમું.

અનંતવીર્ય, તમે સદા સૌમાં વ્યાપક છો,
સર્વરૂપ છો હે પ્રભો, જીવનદાયક છો.



Verse 41-45

सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति ।
अजानता महिमानं तवेदं मया प्रमादात्प्रणयेन वापि ॥११-४१॥

sakha iti matva prasabham yat aktam hey krishna hey yadava hey sakheti
ajanata mahimanam tavedam maya pramadatpranayena vapi

મિત્ર માનતાં મેં કહ્યાં હશે વચન કપરાં,
પ્રેમ તેમ અજ્ઞાનથી વચન કહ્યાં કપરાં.

કૃષ્ણ, સખા, યાદવ હશે એમ કહેલું મેં,
મહિમાને જાણ્યા વિના કહ્યું ભૂલથી કે.
*
यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु ।
एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ॥११-४२॥

yat cha avahasartham asanskritahesti vihar saiyyashan bhojanesu
ikah athava api achyut tatsamksham tat kshamaye tvam aham aprameyam

બીજાની સામે વળી એક હશો ત્યારે,
રમતાં, સૂતાં, બેસતાં કે ભોજનકાળે.

વારંવાર કર્યુ હશે તેમ વળી અપમાન,
તે સૌ માફ કરો મને, માંગુ છું વરદાન.
*

*
पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥११-४३॥
pita asi lokasya chara charasya tvam asya pujyah cha guruh gariyan
na tvatsamah asti abhyadhikah kutah lokatraye api apratimprabhav

જડચેતનના છો પિતા, પૂજ્ય વળી ગુરૂ છો,
તમારા સમો અન્ય ના શ્રેષ્ઠ કોણ છે તો.
*
तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् ।
पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥११-४४॥

tasmat pranamya pranidhaya kayam prasadaye tvam ahamisham idyam
pita eva putrasya sakha eva sakhyuh priyah priyayah arhasi deva sodhum

પૂજ્ય દેવ તેથી નમું કાય નમાવી હું,
પ્રાર્થું વારંવાર આ શીશ નમાવી હું.

ક્ષમા કરે સુતને પિતા, મિત્ર મિત્રને જેમ,
માફ કરે પ્રિયને પ્રિય, માફ કરી દો તેમ.
*
अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे ।
तदेव मे दर्शय देव रूपं प्रसीद देवेश जगन्निवास ॥११-४५॥

astapurram hrisitah asmi dristva bhayena cha pravyathitam manah me
tadeva me darshaya devarupam prasid devesh jagannivas

અપૂર્વ જોઈ રૂપ આ વ્યથા તેમ ભય થાય,
દેવરૂપને તો ધરો, ભય આ મારો જાય.

દૈવી રૂપ ધરો હવે, હે દેવેશ તમે,
પ્રસન્ન થાઓ વિશ્વના હે આધાર તમે.

Verse 46-50

किरीटिनं गदिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव ।
तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ॥११-४६॥

kiritinam gadinam charka hasta ichhami tvam drustam aham tatha eva
tena eva rupena chaturbhujena shahastrabaho bhava vishnamurte

ગદા મુકુટને ચક્રને ધારી પ્રભુ પ્રગટો,
વિરાટ રૂપ ત્યજી, થઈ ચતુર્ભુજ પ્રગટો.
*
વિરાટ રૂપ વિશે

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥११-४७॥

maya prasannen tava arjuna idam rupam param darsitam atmayogat
tejormayam vishwam anantam adhyam yat me tvadanyena na dristapurvam

પ્રસન્ન બનતાં રૂપ આ તને બતાવ્યું મેં,
કોઈયે તારા વિના, જોયું જ નથી તે.
*

*
न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।
एवंरूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥११-४८॥
na vedayagyadhyayanaih na cha kriyabhih na tapabhih ugraih
avamrupah sakyah aham nriloke drustam tvadanyena kurupravira

શ્રેષ્ઠ તેજમય આદ્ય ને અનંત મારું રૂપ,
આત્મયોગના બળ થકી દિવ્ય બતાવ્યું રૂપ.

વેદ દાન ને યજ્ઞથી, તીરથ કે તપથી,
જોવાયે ના રૂપ આ, જ્ઞાન અને જપથી.
*
मा ते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् ।
व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ॥११-४९॥

ma te vyatha ma cha vimudhabhavah drustva rupam ghoram idrik mam idam
vyapetbhih pritamanah punastvam tadeva me rupamidam prapashya

મૂઢભાવ ભય છોડ તું, નિર્ભયતાને ધાર,
દિવ્ય રૂપને જો હવે, વ્યથા હૃદયની ટાળ
*
संजय उवाच
સંજય કહે છે
Sanjaya uvacha

इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः ।
आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥११-५०॥

iti arjunam vasudevah tatha uktva svakam rupam darsayamas bhuyah
ashwashyamas cha bhitam enam bhutna punah saumyavapuh mahatma

એમ કહી પ્રભુએ ધર્યું ફરી દિવ્ય નિજરૂપ,
આશ્વાસન આપ્યું વળી ધરતાં શાંત સ્વરૂપ.



Verse 51-55

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥११-५१॥

dritva idam manusam rupam tava saumyam janardana
idenim asmi samvrittah sachetah prakritim gatah

જોઈ માનવરૂપ આ હવે તમારૂ શાંત,
સ્વસ્થ થયો હું ને વળી મુજને છેક નિરાંત.
*
દિવ્ય રૂપ વિશે

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavn uvacha

सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥११-५२॥

sudurdarsham idam rupam drustavanasi yat mam
devah api asya rupasya nityam darshankanchhinah

જોવું જે મુશ્કેલ છે, જોયું તેં મુજ રૂપ,
દેવો પણ ઝંખી રહ્યા જોવા મારું રૂપ.
*

*
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥११-५३॥
na aham vaideh na tapasah na danena na cha ijjaya
shakyah evamridhih drustam dristavanasi mam yatha

જે રૂપે જોયો મને, તેમ જુએ કો' ના,
વેદ, યજ્ઞ, તપ, દાનથી શકે નિહાળી ના.
*
भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप ॥११-५४॥

bhaktva tu ananya shakyah aham enambidhih arjuna
gyatam dristum cha tattvena praveshtum cha paramtap

ભક્તિ ખૂબ જ હોય તો આવું દર્શન થાય,
જ્ઞાન થાય મારું અને ભેદ બધાંયે જાય.
*
मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥११-५५॥

matkarmakrita matparamah madbhaktah sangavarjitah
nirvairah sarvabhutesu yah sah mam eti pandava

ભક્ત બને મારો જ જે, સંગદોષ છોડે,
મુજને ઝંખે તે જગે તરે અને તારે.

કર્મ કરે મુજ કાજ જે, સંગદોષ છોડે,
પ્રાપ્ત થાય મુજને જ તે, બંધન સૌ તોડે.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नामैकादशोऽध्यायः ॥ ११ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade Vishwarupadarshan yago namo ekadaso adhyayah

।। અધ્યાય અગિયારમો સમાપ્ત ।।


No comments:

Post a Comment