Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

અધ્યાય આઠમો : અક્ષરબ્રહ્મ યોગ




અધ્યાય આઠમો : અક્ષરબ્રહ્મ યોગ

Chapter 08


Akshar-brahma Yog

Hinduism believes in life after death. Death is certain for everyone who takes birth into this world. But, is there any way by which one can be free from the cycle of birth and death? Is there any specific way to attain salvation and eternal peace? In this chapter Lord Krishna answers an important question of Arjuna: How does one assure unity with the supreme at the time of death? Having knowledge about death, how should one prepare for it?

અધ્યાય આઠમો : અક્ષરબ્રહ્મ યોગ

ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે. તેઓ જગસર્જન અને નાશને ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર જાતના યુગ ભેગા મળે, એ રીતે જો હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. પરંતુ ઇશ્વર પ્રલયમાં પણ નાશ નથી પામતા.

મૃત્યુ સમયે જીવની ગતિની ચર્ચા પણ કરવામાં આવી છે. ભગવાન કહે છે કે મન અંતરના બધા દ્વારને રોકીને યોગી પ્રાણને મસ્તકમાં રોકે છે. પછી પ્રણવમંત્રનો જાપ કરે છે. આમ કરતાં જે દેહ તજે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. વળી જે અગ્નિ, જ્યોતિ અને શુકલપક્ષમાં, ઉત્તરાયણે દેહ છોડે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ધ્રુમ, રાત, વદ અને દક્ષિણાયનમાં તન તજનારને ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહે છે કે આવું જ્ઞાન હોવા છતાં યોગી કદી મોહિત થતો નથી અને સદાય મને મેળવવાના પ્રયત્નોમાં જ પ્રવૃત રહે છે. ભગવાન અર્જુનને એવા યોગી બનવાની સલાહ આપે છે.

Verse 01-05

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥८-१॥

kim tad brahma kim ahyatmam kim karma purushottam
adhibhutam cha kim proktam adhidaivam kim uchyate

બ્રહ્મ વળી અધ્યાત્મ શું, કર્મ કહે કોને
અધિભૂત, અધિદૈવ હે પ્રભો, કહે કોને ?
*
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८-२॥

adhiygyam katham kah atra dehe asmin madhusudana
prayan kale cha katham gyeyah asi niyatatmabhih

મૃત્યુ આવે તે સમે યોગીજન તમને,
કેમ કરી જાણી શકે કહો કૃપાળુ મને.
*

*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८-३॥

aksharam brahma parmam svabhavah adhyatmanam uchyate
bhutabhavodbhavakarah visargah karma sangyitah

અક્ષર છે પરબ્રહ્મ ને સ્વભાવ છે અધ્યાત્મ,
જગસર્જન ને નાશનો વ્યાપાર કહે કર્મ.
*
अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥८-४॥

adhibhutam kshrah bhavah purushah cha adhidaivatam
adhiyagyah aham eva atra dehe dehbhritama var

ક્ષર તે છે અધિભૂત ને પુરૂષ કહ્યો અધિદૈવ
અધિયજ્ઞ કહ્યો છે મને શરીરમાંનો દેવ.
*
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥८-५॥

Ananta kale cha mama eva smaran muktva kalevarama
yah prayati sah madbhavam yati na asti atra sanshayah

યાદ કરી પ્રેમે મને જે છોડે છે દેહ,
તે પામી લે છે મને તેમાં ના સંદેહ.


Verse 06-10

यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥८-६॥

yam yam ua api smaran bhanam tyajati ante kalevaram
tam tam eva eti kaunteya sada tadbhava bhavitah

જેને યાદ કરી તજે મૃત્યુ સમયે દેહ,
તેને પામે જીવ આ તેમાં ના સંદેહ.
*
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च ।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥८-७॥

tasmat sarvesu kalesu mama anusmer yudhya cha
mayi arpitamanobuddhih mama eva esyasi asanshayam

તેથી રાતદિવસ મને યાદ કરી લડજે,
મન મારામાં રાખજે, મુજને મેળવજે.
*

*
अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना ।
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥८-८॥
abhyasa yogayuktena chetasa nanya gamina
paramam purusham divyam yati partha anuchintayana

યોગીજન અભ્યાસથી પ્રભુમાં મન જોડે,
પ્રભુને પામી લે વળી જ્યારે તન છોડે.
*
कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्यः ।
सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमसः परस्तात् ॥८-९॥

kavim puranam anushasitaram anoraliyansam? anusmareta yah
sarvasya dhataram achintya rupam aditya varnam tamasah parastat

જ્ઞાની તેમ અનાદિ તે સૌના સ્વામી છે,
પ્રભુજી પૂર્ણ પ્રકાશ ને અનંતનામી છે.
*
प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव ।
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् स तं परं पुरुषमुपैति दिव्यम् ॥८-१०॥

Pranyankale manasa achalena bhaktya yuktah yogabalena cha eva
bhruvoh madhye pranam aveshya samyak sah tam param purusham upaiti divyam

અંતસમે તેને કરે યાદ પ્રેમથી જે,
મનને જોડે તે મહીં, પામે પ્રભુને તે.


Verse 11-15

यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥८-११॥

yat aksharam vedavidah vadanti vishanti yat yatayah vitaragha
yat ichhantah brahmacharyam charanti tatte padam sangrahena pravakshaye

વેદ કહે અવિનાશ ને મુનિ જેને જાણે,
જેને માટે કૈં કરે બ્રહ્મચર્ય ધ્યાને.
*
सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च ।
मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥८-१२॥

sarva dvarani sanyamya manah hridi niruddha cha
murdhagni adhaya atmanah pranam asthitah yogadharanam

મન અંતરમાં રોકતાં દ્વાર બધાં રોકી,
યોગી રાખે પ્રાણને મસ્તકમાં રોકી.
*

*
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥८-१३॥
aum eti ekaksharam brahma vyavaharam mama anusmaran
yah prayati tyajan deham she yati parman gatim

પછી જપે છે પ્રણવને, ધ્યાન ધરે મારું,
એમ તજે છે દેહ તે પામે ગતિ ચારુ.
*
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः ।
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥८-१४॥

Ananya chetah satatam yah mam smarati nityashah
tasya aham sulabhah partha nityayuktasya yoginah

સદા કરે છે યાદ જે મુજને પ્રેમ કરી,
તે જ મેળવે છે મને, જગને જાય તરી.
*
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥८-१५॥

mama upetya punarjanma duhkhalayam ashvashatam
na apruvanti mahatmanah sansiddhim parmam gatah

મને મેળવીને ફરી જન્મે ના કોઈ,
દુઃખ શોક કે વ્યાધિમાં પડે નહીં કોઈ.


Verse 16-20

आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥८-१६॥

abrahmabhuvanat lokah punravartinah arjuna
mama upetya tu kaunteya punarjanma na vidhyate

બ્રહ્મલોક ને લોક સૌ બીજા કૈંક કહ્યાં,
તેમાં જન્મ મરણ થતાં, તે ના અમર ગણ્યાં.

મને જ મેળવવા થકી અમર બને છે લોક,
જન્મ મરણ સાચે ટળે, ટળે તાપ ને શોક.
*
सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः ।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥८-१७॥

sahastrayugaparnartam ahah yat brahmanah viduh
ratrim yugasahatrantam te ahoratravidah janah

ચાર જાતનાં જુગ કહ્યાં, તે સૌ સાથ મળે
હજાર જુગ બ્રહ્માતણો, એક જ દિવસ કરે.
*

*
अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे ।
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥८-१८॥
avyaktat uyaktayah sarvah prabhavanti ahragame
ratrayagame praliyante tatra eva avyaktasangyake

તેવી રાત બને વળી આ બ્રહ્માંડ વિશે,
દિવસે જીવો જન્મતાં, મરતાં રાત વિશે.
*
भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥८-१९॥

bhutagramah saheva ayam bhutva bhutva praliyate
ratrayagame avashah partha prabhavati ahragame

જીવ બધાં જન્મે વળી પ્રલય તેમનો થાય,
પ્રકટ થાય દિવસે અને રાતે છેક સમાય.
*
परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः ।
यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥८-२०॥

parah tasmat tu bhavah anyah avyaktah avyaktat
sanatanah yah sah sarvesu bhutesu nashyatsu na avinashyati

તેથી ઉત્તમ છે કહ્યા પ્રભુ સૌના સ્વામી,
પ્રલયમાં તે ના મરે, પ્રભુ અનંતનામી.


Verse 21-25

अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥८-२१॥

avyatah aksharah iti uktah tam ahuh parmam gatim
yam prapya na ivartante tat dham parmam mama

અવિનાશી તે ઈશ છે, પરમધામ પણ તે,
તેને પામી ના ફરે, પાછું કોઈયે.
*
पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।
यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥८-२२॥

purushah sah parah partha bhaktya labhyah tu ananya
yasya antahsthani bhutani yen sarvam idam tatam.

ઉત્તમ ભક્તિ હોય તો, તે પ્રભુ દર્શન દે,
જગ તેનામાં છે રહ્યું, વ્યાપક સઘળે તે.
*

*
બે જાતની ગતિ
यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥८-२३॥

yatra kale tvanavritam avritim cha eva yoginah
prayatah yanti tam kalam vakshyami bharatarshabhah

જ્યારે મરતાં ના કદી, જન્મે યોગીજન,
જન્મે તે વેળા કહું, સાંભળ રાખી મન.
*
अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥८-२४॥

agnih jyotih ahah shuklah shanmasah uttarayanam
tatra prayatah gachhanti brahma brahma vidah janah

અગ્નિ, જ્યોતિ, દિવસ ને શુકલપક્ષ જો હોય,
ઉત્તરાયણે તન તજે, તે પ્રભુ પામે કોય.
*
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥८-२५॥

dhumah ratrih tatha krishnah shanmasah dakshinayanam
tatra chandramasam jyotih yogi prapya nivartate

ધુમ્ર, રાત, વદ હોય ને દક્ષિણાયન જો,
ચંદ્રલોકને મેળવી, ફરી જન્મતાં તો.


Verse 26-28

शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः ॥८-२६॥

shukla krishne gati hi ate jagatah shashvate mate
ekaya yati anavritim anyatha avartate punah

શુક્લ કૃષ્ણની આ ગતિ શાશ્વત છે જગમાં,
જન્મ થાય છે એકથી, ના જન્મે પરમાં.
*
नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन ।
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥८-२७॥

na ete shriti partha janam yogi muhyati kaschanah
tasmat sarveshu kaleshu yogayaktah bhava arjuna

આ જાણી યોગી કદી મોહિત નહીં થશે,
તેથી સર્વે કાળમાં યોગી તું બનજે.
*

*
वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् ।
अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ॥८-२८॥
vedesu yagyesu tapalsu cha eva danesu yat panyaphalam pradistam
atyeti tat sarvam idam viditva yogi param sthanam upaiti cha adhyam

વેદયજ્ઞ તપદાનનું પુણ્ય કહ્યું છે જે,
યોગી પદને મેળવે તેથી ઉત્તમ તે.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नामाष्टमोऽध्यायः ॥ ८ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade akshar brahmayoganama astamo adhyaya

।। અધ્યાય આઠમો સમાપ્ત ।।

No comments:

Post a Comment