Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, January 21, 2013

અધ્યાય ત્રીજો : કર્મ યોગ





Chapter 03

Karma Yog

Lord Krishna explains to Arjuna that everyone has to perform their duty, no one can escape or relegate from his or her responsibility. However, it is utterly necessary to perform action without attachment. Moreover, ordinary people take inspiration from actions of great men, there for even the realized one should continue to perform their part. On Arjuna's question about the cause of sin, Lord Krishna explains that material desire, anger and lust are the one which leads to sinful acts and the only remedy is to control one's mind.

અધ્યાય ત્રીજો : કર્મ યોગ

ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો એથી અર્જુનને સહજ શંકા થઇ કે જો કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધકર્મમાં પ્રવૃત થવાની શી જરૂર ?

ભગવાને એના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મ કર્યા વિના કોઇ માનવ ક્ષણવાર પણ રહી શકતો નથી. વળી ઉત્તમ લોકો જે કરે છે તે જોઇને બીજા એનું અનુસરણ કરે છે. એથી જ અર્જુને પોતાના સ્વધર્મનું આચરણ કરવું જોઇએ અને યુદ્ધ કર્મમાં પ્રવૃત થવું જોઇએ.

અર્જુને પૂછેલ એક અન્ય પ્રશ્નના જવાબમાં ભગવાન કૃષ્ણ પાપના કારણોની ચર્ચા કરે છે. ઇચ્છા, તૃષ્ણા અને વાસના - એ ત્રણે માનવને પાપકર્મ કરવા પ્રેરે છે. પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ એવી આત્મશક્તિની મદદથી કામરૂપી શત્રુનો નાશ શક્ય છે એમ ભગવાન જણાવે છે.


Verse 01-05

अर्जुन उवाच
અર્જુન કહે છેઃ
Arjuna Uvacha

ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥३-१॥

jyayasi cheta karmanaste mata budhih janardana
tat kim karmani ghore mam niyojayasi keshava

કર્મથકી જો શ્રેષ્ઠ હો પ્રભો, ખરેખર જ્ઞાન
યુધ્ધકર્મમાં કેમ તો ખેંચો મારું ધ્યાન ?
*
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥३-२॥

vyamishrenev vakyena buddhim mohayaseeve me
tadekam vad nishchitya yena shreyoahmapnuyam

મોહ પમાડો કાં મને, એક કહો ને વાત
એક જ વાત કરો મને ધન્ય કરૂં કે જાત


જ્ઞાન અને કર્મયોગ
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri bhagavan uvacha

लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥३-३॥

loke asmin dvividha nistha pura prokta maya anagha
gyanyogena sankhyanam karmyogena yoginam

જ્ઞાની ને યોગી તણા આ સંસારે બે,
જુદા જુદા માર્ગો કહ્યા શ્રેયતણાં છે મેં.
*
न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥३-४॥

na karmnam anarambhata naishkarmyam purushah ashrute
na cha sanyasanadeva siddhim samadhigachhati

કર્મ કરે જ મનુષ્ય ના, તો ના ઉત્તમ થાય,
છોડી દે જો કર્મને તોયે ના સુખ થાય.
*
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥३-५॥

na hi kaschkshana api jatu tishathati akarmkrit
karyate hi avashaha karma sarvaha prakitijaih gunaih

કર્મ કર્યા વિણ ના રહે કોઈ યે ક્ષણવાર,
સ્વભાવથી માનવ કરે કર્મ હજારોવાર. ॥૫॥

Meaning
अर्जुन बोले
हे जनार्दन, अगर आप ज्ञान को कर्म से श्रेष्ठ मानते हैं तो फिर मुझे इस घोर कर्म करने के लिए क्यों  प्रेरित कर रहे हैं ? आपके वचनों से मेरी बुद्धि उलझन में पड रही है । इसलिये मुझे वह एक रस्ता बताईये जो निश्चित प्रकार से मेरे लिये कल्याणकारक हो ।
श्री भगवान बोले
हे निष्पाप, इस लोक में श्रेय प्राप्ति हेतु मैने दो प्रकार के मार्ग बताये - ज्ञान योग और और कर्म योग । उनमें से सांख्ययोगीओं की निष्ठा ज्ञानयोग से तथा योगीओं की निष्ठा कर्मयोग से होती है । निष्कर्मता को प्राप्त करने के लिए भी कर्म का अनुष्ठान आवश्यक है । कर्मो का केवल त्याग करने से कोई सिद्धि प्राप्त नहीं होती है । कोई भी व्यक्ति कर्म किये बिना एक क्षण के लिये नहीं रह सकता; क्योंकि प्रकृति के गुणों से विवश होकर प्राणी मात्र कर्म करने के लिए बाध्य होते है ।
*
અર્જુન કહે છે,
હે જનાર્દન, જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હો તો મને આ યુદ્ધ કર્મમાં શા પ્રવૃત કરી રહ્યા છો ? તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ રહી છે. કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય.
શ્રી ભગવાન કહે છે,
હે નિષ્પાપ, આ જગમાં શ્રેયપ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો - જ્ઞાન યોગ અને કર્મ યોગ મેં તને બતાવ્યાં. સાંખ્યયોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે જ્યારે યોગીઓને કર્મનો માર્ગ. નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે. કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી. કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણીમાત્ર કર્મ કરવા માટે બાધ્ય થાય છે.


Verse 06-10

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥३-६॥

karmendriyani sanyamya yah aste manasa smaran
indriyarthana vimudhatma mithya charah sah uchayate

કાબૂ કરી ઈન્દ્રિયનો મનથી સ્મરણ કરે,
વિષયોનું જો માનવી, તો તે દંભ કરે.
*
यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥३-७॥

yah tu indriyani mansa niyamya arbhate arjuna
karmendriyaih karmayogam asaktah sah vishishyate

મનથી સંયમ સાધતા અનાસક્ત પણ જે,
કર્મ કરે ઈન્દ્રિયથી શ્રેષ્ઠ ગણાયે તે.



नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥३-८॥
niyatam karu karma tvam karma jyayo hi akarmanah
shariryatra api cha te na prasidhyayeda karmanaha
*
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥३-९॥

yagyarthata karmanah anyatra lokah ayam karmabandhanah
tada artham karma kaunteya mukta sangah samachar

નિયત કર્મ કર, શ્રેષ્ઠ છે, અકર્મથી તો કર્મ,
અનાસક્ત બનતાં સદા, તેથી તું કર કર્મ.
*
सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥३-१०॥

sahayagyah prajah shristava pura uvacha prajapatih
anena pravishyachhvan aishah vah astu istakamdhuk

બ્રહ્માએ આ સૃષ્ટિના આરંભે જ કહ્યું,
કામધેનુ આ યજ્ઞથી સર્જો સૃષ્ટિ કહ્યું.॥૧૦॥

Meaning
जो व्यक्ति अपने कर्मेन्द्रियों को बलपूर्वक रोककर, मन ही मन विषयों के बारे में सोचता है वह मिथ्याचारी या तो ढोंगी है । इसलिए अपनी इन्द्रियों और मन को संयमित करके सहज कर्म करना बेहतर है । हे अर्जुन, जो कर्म शास्त्रविहित है (अर्थात् शास्त्र में बताये गये है) उसे तुम करो क्योंकि कर्म न करने (कर्मत्याग) की तुलना में कर्म करना बहेतर है । कर्म किये बिना शरीर का निर्वाह करना संभव नहीं है । अतः कर्म करो मगर यज्ञभाव से करो क्योंकि यज्ञभाव के अतिरिक्त किया गया कर्म मनुष्य के बंधन का कारण बनता है । हे कौन्तेय, तुम आसक्ति रहित होकर यज्ञभाव से कर्मो का अनुष्ठान करो । यज्ञ से ही सृष्टि के आरंभ में प्रजापति ब्रह्मा ने प्रजाओं की रचना की और कहा की इसी प्रकार भलीभाँति यज्ञ कर्म करते रहने से तुम्हारी वृद्धि होगी और तुम्हारे मन की कामनाऐं पूरी होंगी ।
*
જે મનુષ્ય બહારથી પોતાની ઈન્દ્રિયોનો બળપૂર્વક કાબુ કરે અને મનની અંદર વિષયોનું સેવન કરે છે તે ઢોંગી છે. મનથી પોતાની ઈન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે તે ઉત્તમ છે. હે અર્જુન, તારે માટે જે પણ કર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર કારણ કે કર્મ ન કરવા (અર્થાત્ કર્મનો ત્યાગ કરવા) કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે. જો તું કર્મ નહીં કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે ? આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે.  એથી હે અર્જુન, તું કર્મ કર, પરંતુ યજ્ઞભાવે અલિપ્ત રહીને કર. બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે ‘યજ્ઞ કરતાં રહો અને વૃદ્ધિ પામતા રહો. યજ્ઞ તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો.’


Verse 11-15

देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥३-११॥

devah bhavayat anena te devah bhavayanta vah
parasparam bhavayantah shreyah param avapasyatha

દેવોની સેવા કરો, તે સેવો તમને,
એકમેકની સેવથી મળો શ્રેય તમને.
*
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥३-१२॥

istan bhogan hi vo deva dasyante yagyabhavitaha
tair dattan apradaya aibhyo yo bhungatte stayene eva sah

પ્રસન્ન દેવો યજ્ઞથી ઈષ્ટભોગ દે છે,
આપ્યા વિણ જે ખાય તે ચોર કહે તેને.


यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥३-१३॥
yagyashistashinah santo muchayante sarvakilvishaih
bhunjate te twagham papa ye pachanti atma karnata.

યજ્ઞશિષ્ટ ખાનારનાં પાપ બધાંયે જાય,
એકલપેટા જે બને તે તો પાપ જ ખાય.
*
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥३-१४॥

annat bhavanti bhutani parjanyat annasambhavah
yagyat bhavati parjanyo yagyah karma samudbhavah

પ્રાણી થાયે અન્નથી, અન્ન વૃષ્ટિથી થાય,
વૃષ્ટિ થાયે યજ્ઞથી, યજ્ઞ કર્મથી થાય.
*
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥३-१५॥

karma brahmodabhavan vidhhi brahma akasharsamudbhavam
tastmat sarvagatam brahma nityam yagye pratisthitam

કર્મ થાય પ્રકૃતિ થકી, પ્રકૃતિ પ્રભુથી થાય,
તેથી યજ્ઞે બ્રહ્મની, સદા પ્રતિષ્ઠા થાય. ॥૧૫॥

Meaning
यज्ञ करके तुम देवताओ को प्रसन्न करो और देवता तुम्हें प्रसन्न करेंगे, इस प्रकार परस्पर एक दूसरे का खयाल रखते हुए तुम परम कल्याण को प्राप्त करोगे । यज्ञकार्य से संतुष्ट हुऐ देवता तुम्हें मन पसंद भोग प्रदान करेंगे । मगर जो उनके दिये हुऐ भोगों का उपभोग उन्हें दिये बिना स्वयं करना चाहेगा वह अपराध का भागी होगा और चोर कहेलायेगा । यज्ञ के फलस्वरूप मिले अन्न को ग्रहण करनेवाला सब पापों से मुक्त हो जायेगा मगर जो अपने निहित स्वार्थ की पूर्ति के लिए अन्न पकायेगा वो पाप का भागीदार होगा । शरीर अन्नमय कोष है । सभी प्राणी अन्न से पैदा होते है और अन्न से जीवित रहते है । अन्न वर्षा से पैदा होता । वर्षा (जल की वृष्टि) यज्ञ से होती है । यज्ञ कर्म से होता है । कर्म वेद से उत्पन्न होता है तथा वेद परमात्मा से उत्पन्न हुए है । इससे यह सिद्ध होता है कि सर्वव्यापी परमात्मा ही यज्ञ में प्रतिष्ठित है ।
*
યજ્ઞ કરતાં તમે દેવોને પ્રસન્ન રાખો અને દેવો તમને પ્રસન્ન રાખશે. એમ એકમેકને સંતુષ્ઠ રાખતાં તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો. યજ્ઞથી સંતુષ્ઠ દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. એને યજ્ઞભાવથી (દેવોને સમર્પિત કર્યા પછી) આરોગવાથી વ્યક્તિ સર્વ પાપથી વિમુક્ત થશે. એ ભોગોનો ઉપભોગ જે એકલપેટા બનીને કરશે તે પાપના ભાગી થશે અને ચોર ગણાશે. શરીર અન્નમય કોષ છે. બધા જીવો અન્નથી જ પેદા થાય છે અને અન્નથી જ પોષાય છે. અન્ન વરસાદ થવાથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે. યજ્ઞ કર્મથી થાય છે અને કર્મ વેદથી થાય છે. પરંતુ વેદ તો પરમાત્મા વડે ઉત્પન્ન કરાયેલ છે. એથી એમ કહી શકાય કે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે. (અર્થાત્ યજ્ઞ વડે પરમાત્માની જ પૂજા કરાય છે)


Verse 16-20

एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥३-१६॥

evam pravartitam chakram na anuvartayati iha yaha
aghayu indriyaramo mogham partha sah jivati

ચાલે છે આ ચક્ર તે મુજબ ન ચાલે જે,
મિથ્યા જીવે મૂર્ખને પાપી લંપટ તે.
*
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥३-१७॥

yah tu atmaratir eva syat atmatriptah cha manavah
atmani eva cha santushtah tasya karyam na viddyate

આત્મામાં સંતોષ ને રતિસુખ છે જેને,
આત્મામાં જે મગ્ન છે, કર્મ નથી તેને.
*


*
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥३-१८॥
na eva tasya kritena arthah na akritena eha kaschan
na cha asya sarvabhuteshu kaschit arthavya pashrayah

કર્મ કરીને તેમને, મેળવવું ના કૈં,
ન કર્યે કૈં ન ગુમાવવું, મુક્ત રહ્યા તે થૈ.
*
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥३-१९॥

tasmat asaktah satatam karyam karma samachar
asakto hyacharankarma param apnoti purushah

આસક્તિ છોડી દઈ, યોગ્ય કરે જે કર્મ,
તે મંગલને મેળવે, કર તું તેમ જ કર્મ.
*
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥३-२०॥

karmana eva hi sansidhim asthita jankadayah
lok sangraham eva api sampashyam kartum arhasi

સિધ્ધ થયા છે કર્મથી જનકસમાં કૈં લોક,
લોકોના હિત સારુંયે કર્મો ના છે ફોક. ॥૨૦॥

Meaning
हे पार्थ, जो व्यक्ति उस प्रकार परंपरा से चलने वाले सृष्टिचक्र का हिस्सा नहीं बनता, वह अपनी ईन्द्रियों के भोगों में रमण करनेवाला और पाप का व्यर्थ जीवन जीने वाला होगा । मगर जो व्यक्ति आत्मस्थित और आत्म-तृप्त है, (अर्थात् अपने आप में ही सन्तुष्ट है) उस के लिये कोई भी कार्य नहीं बचता । एसे महापुरुष के लिए न ही कर्म करने का कोई प्रयोजन है और न ही कर्म न करने का ।  प्राणीमात्र के साथ उसका कोई स्वार्थ संबंध नहीं रहता । इसलिये हे पार्थ, कर्म से जुड़े बिना, आसक्तिरहित होकर सदा अपने कर्तव्य का अनुष्ठान करो । निष्काम कर्म से व्यक्ति परमात्मा को प्राप्त कर लेता है । एसे निष्काम कर्म का आचरण करते हुए ही महाराजा जनक जैसे लोग परम सिद्धि को प्राप्त हुऐ । इसलिए (अपने लिए न सही तो) इस लोकसमूह के लिए, यह संसार के भले के लिये तुम्हें (युद्ध) कर्म करना चाहिए ।
*
હે પાર્થ, જે વ્યક્તિ આ રીતે સૃષ્ટિચક્રને અનુસરીને નથી ચાલતો તે પોતાની ઈંદ્રિયોના ભોગમાં રમવાવાળો તથા વ્યર્થ જીવન જીવનાર ગણાય છે. પરંતુ જે વ્યક્તિ આત્મસ્થિત અને આત્મતૃપ્ત છે, પોતાના આત્મામાં જ સંતોષ માને છે, તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. એવા મહાપુરુષને માટે કર્મ કરવાનું કે ન કરવાનું કશું પ્રયોજન રહેતું નથી. એને સર્વ જીવો સાથે કોઈ પ્રકારનો સ્વાર્થસંબંધ નથી રહેતો. એથી હે પાર્થ, આસક્ત થયા વગર કર્મ કર. નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતા જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી તારે (અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ) લોકસંગ્રહાર્થે, સંસારના ભલા માટે (યુદ્ધ) કર્મ કરવું જ રહ્યું.



Verse 21-25

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥३-२१॥

Yat yat acharati shreshthah tat tat dvetaraho janaha
sa yat pramanam kurute lokah tat anuvartate

ઉત્તમ જન જે જે કરે, તે બીજા કરતાં,
પ્રમાણ તેનું માનતા, લોકો અનુસરતા.
*
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥३-२२॥

Na me parth asti kartavyam trishu lokeshu kinchan
na unvaptam avaptavyam varta eva cha karmani

મારે આ સંસારમાં કૈં ના મેળવવું,
તો પણ જો ને કર્મમાં સદા રહ્યો રત હું.
*

*
यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥३-२३॥
yadi hi aham na varteyam jatu karmani atandritah
mama vartma anuvartante manushyah parth sarvashah

જો હું કર્મ કરું નહીં, તજે બધા તો કર્મ,
લોકોનું હિત થાય ના, ના સચવાયે ધર્મ.
*
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् ।
संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥३-२४॥

utsideyuh ime lokah na kuryam karma chet aham
sankarasya cha karta syam uphanyam imah prajah.

કરું નહીં હું કર્મ તો, નષ્ટ જગત આ થાય,
સંકરતા ને નાશનો મુજને દોષ અપાય.
*
सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥३-२५॥

saktah karmani avidvansah yath kurvanti bharata
kuryat vidvan tatha asaktah chikirshuh loksamghraham

અજ્ઞાની આસક્ત થૈ કર્મ કરે છે જેમ,
જ્ઞાની આસક્તિ મુકી, કર્મ કરે સૌ તેમ. ॥૨૫॥

Meaning
श्रेष्ठ पुरुष जो जो करता है, उसे देखकर, उसे प्रमाण मानकर, अन्य साधारण लोग उसका अनुकरण करते है । हे पार्थ, वैसे तो तीनो लोकों में मेरे लिये कुछ भी करना जरूरी नहीं है, ना ही कर्म करके मुझे कुछ हासिल करना है, पाना है, फिर भी मैं कर्म में निरंतर रत हूँ । हे पार्थ, अगर मैं कर्म करना छोड दूँ तो मुझे देखकर सभी मनुष्य कर्म करना छोड देंगे । अगर एसा हुआ तो संसार में उत्पात मच जायेगा और मैं इसके विनाश का कारण कहेलाउँगा । कर्म करना जरुरी है मगर अज्ञानी लोगों की तरह नहीं, जो फलाशा से युक्त होकर कर्म करते हैं, मगर ज्ञानीओं की तरह, जो निष्काम होकर या अलिप्त भाव से कर्म करते है ।
*
શ્રેષ્ઠ પુરુષો જે જે કરે છે એને અનુસરીને સાધારણ લોકો પોતાના કામ કરે છે. એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી. આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું.  કારણ કે જો હું કર્મ કરવાનું છોડી દઉં તો મારું અનુસરણ કરીને બીજા લોકો પણ કર્મ કરવાનું છોડી દે. અને એમ થાય તો તેઓ પોતાનો નાશ નોંતરે અને હું એમના વિનાશનું કારણ બનું. હે અર્જુન, કર્મ કરવું અતિ આવશ્યક છે પરંતુ અજ્ઞાની લોકોની જેમ ફળની આશાથી યુક્ત થઈને નહીં, પરંતુ જ્ઞાનીઓની પેઠે નિષ્કામ ભાવે, ફળની આસક્તિથી રહિત થઈને.


Verse 26-30

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् ।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥३-२६॥

na buddhibhedam janayeta agyanam karmasanginam
joshyeta sarvakarmani vidvan yuktah samacharan

અજ્ઞાનીમાં તે કદી શંકા જગવે ના,
કર્મ કરી ઉત્તમપણે પ્રેરે જનને હા
*
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥३-२७॥

prakriteha kriyamanani gunaihi karmani sarvashaha
ahankarvimudhatma karta aham iti manya te

પ્રકૃતિના ગુણથી થતાં કર્મ છતાં જાણે,
મૂઢ અહંકારે ગણે કર્તા પોતાને.
*

*
तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥३-२८॥
tatva vit tu mahabaho guna karma vibhagayoh
gunah guneshu vartante iti mattva na sajjate

ગુણ ને કર્મ-વિભાગને જે જાણે છે તે,
ગુણ વર્તે ગુણમાં ગણી ના આસક્ત બને
*
प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥३-२९॥

prakriteh gunasammudhaha sajjante guna karmasuh
tan akritsnavido mandan kritsnavit na vichalayeta

પ્રકૃતિ ગુણથી મૂઢ તે ડૂબે કર્મમહીં,
એ અજ્ઞાનીને કરે જ્ઞાની ચલિત નહીં.
*
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥३-३०॥

mayi sarvani karmani sanyas adhyatma chetasah
nirashih nirmamah bhutva yudhyasva vigatjwarah

અર્પણ કર કર્મો મને, મમતાને તજ તું,
સ્વધર્મ સમજી યુધ્ધમાં, પાર્થ લડી લે તું. ॥૩૦॥

Meaning
ज्ञानी पुरुष को चाहिए की वो आसक्तिभाव से कर्म करनेवाले लोगों की कर्म में अश्रद्धा उत्पन्न न करें किन्तु स्वयं बुद्धि से युक्त होकर समता का आचरण करते हुऐ कर्म करें और करवायें । सभी कर्म प्रकृति में स्थित गुणों द्वारा ही प्रेरित होते हैं फिर भी अहंकार से विमूढ हुआ मनुष्य स्वयं को ही कर्म का कर्ता मानता है । हे महाबाहो, गुणों और कर्मों के विभागों का सार जानने वाला ज्ञानी, यह मान कर की प्रकृति के गुण ही कर्म का कारण है, कर्मों से स्वयं को जोड़ता नहीं । साथ में, वो उनको विचलित करने की कोशिश नहीं करता जो प्रकृति के गुणों के कारण हुऐ कर्मों से अपने आपको जोडते रहते है ।
हे अर्जुन, अपने मन को मुझमें लगाकर, कर्म से अपने आपको न जोडकर, आशा, ममता तथा संताप से रहित होकर अपना कर्म (युद्ध) करो ।
*
જ્ઞાની પુરુષે પોતે તો સમતાનું આચરણ કરીને કર્મનું અનુષ્ઠાન કરવું જ રહ્યું પણ સાથે સાથે જેઓ આસક્તિભાવથી કર્મ કરે છે એમનામાં અશ્રદ્ધા પણ ઉત્પન્ન ન કરવી જોઈએ. સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને થતાં હોય છે. છતાં અહંકારથી વિમૂઢ થયેલ મનુષ્ય પોતાને એનો કર્તા માને છે. હે મહાબાહો, પ્રકૃતિના ગુણસ્વભાવને અને કર્મના વિભાગોને યથાર્થ જાણનાર જ્ઞાની કર્મ માટે પ્રકૃતિના ગુણો જ કારણભૂત છે એવું માનીને એમાં આસક્ત થતા નથી. તો સાથે સાથે જેઓ પ્રકૃતિના ગુણોથી મોહ પામીને કર્મને આસક્તિભાવે કરે છે તેમને વિચલિત કરવાની કોશિશ કરતા નથી.
હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી, આશા, તૃષ્ણા તથા શોકરહિત થઈને અનાસક્ત ભાવે (યુદ્ધ) કર્મમાં પ્રવૃત થા.

Verse 31-35

ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३-३१॥

ye me matam idam nityam anutisthanti manavah
shraddhavantah unsuyanto muchyante te api karmabhihi

શ્રધ્ધા રાખીને મૂકી, ઈર્ષા કર્મ કરે,
કર્મોના બંધન બધાં તેના તુર્ત ટળે.
*
ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३-३२॥

ye tu etat abhyasuyanto na anutisthanti me matam
sarvagyana vimudhan tan viddhi nashtan achetasaha.

મદથી મત્ત બની કરે કર્મ આમ ના જે,
નષ્ટ થયેલો જાણજે, વિમૂઢ માનવ તે. ॥૩૨॥
*

*
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥३-३३॥
sadrisham chestate svasyah prakriteh gyanvan api
prakritim yanti bhutani nigrahah kim karishyati

પોતાની પ્રકૃતિ મુજબ જ્ઞાની કર્મ કરે,
પ્રકૃતિ મુજબ કરે બધાં, નિગ્રહ કેમ કરે
*
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥३-३४॥

idriyasya indriyasya arthe rag dveshau vyasthitau
tayoh na vasham agachheta tau hi asya paripanthinau

ઈન્દ્રિયોના વિષય છે રાગદ્વેષ વાળા
શિકાર તેના ના થવું, તે દુશ્મન સારા.
*
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३-३५॥

shreyan svadharmah vigunah pardharmat suanusthitat,
svadharm nidhanam shreyah pardharmah bhayavah

સ્વધર્મ છે ઊત્તમ કહ્યો, પરધર્મથકી ખાસ,
સ્વધર્મમાં મૃત્યુ ભલું, પરધર્મ કરે નાશ.

યુધ્ધ ધર્મ તારો ખરે, ત્યાગ ભિક્ષુનો ધર્મ,
મૃત્યુ મળે તોયે ભલે કર તું તારું કર્મ. ॥૩૫॥

Meaning
जो व्यक्ति दोषदृष्टि से मुक्त होकर और पूर्ण श्रद्धा से मेरे इस मत का अनुसरण करता है, वह कर्मबंधन से मुक्ति पा लेता है । परंतु जो मनुष्य इसमें दोष निकालकर मेरे इस मत का अनुसरण नहीं करता, उसे तुम ज्ञान से वंचित, मूर्ख और नष्ट बुद्धिवाला मानो । सभी प्राणी अपनी स्वभावगत प्रकृति से परवश होकर कर्म करते है, चाहे वह ज्ञानवान क्यूँ न हों (इसलिए व्यर्थ सयंम करने से क्या होगा) । प्रत्येक इन्द्रियों के विषय में राग और द्वेष छीपे हुए है । अतः राग और द्वेष के प्रभाव में मत आओ क्योंकि यह आत्म कल्याण के मार्ग में विध्न करनेवाले महाशत्रु है । याद रख, किसी ओर के अच्छे (लुभावने लगनेवाले) धर्म से तेरा अपना धर्म बहेतर है, चाहे उसमे कुछ कमियाँ क्यूँ न हों । अगर तू अपने (क्षत्रिय) धर्म का पालन करते हुए वीरगति को प्राप्त करता है तो एसा होना किसी और के (संन्यासी के) काम से - चाहे उसमे जीवन हो, बहेतर है ।
*
જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે, એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે. પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ, જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે. દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે સ્વભાવને વશ થઈ કર્મો કરે છે. (એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી.) પ્રત્યેક ઈન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. રાગ અને દ્વેષ આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે એટલે એને વશ ન થતો. એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. એથી તું તારા સ્વધર્મનું (ક્ષત્રિયના ધર્મ) પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ (સંન્યાસીના)  કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે, ભલે એમ કરતાં જીવીત રહેવાતું હોય. (અર્થાત્ લડવાને બદલે સંન્યાસી થઈશ તો તારું મૃત્યુ નહીં થાય પણ તેમ કરવું ઉત્તમ નથી).

Verse 36-40

अर्जुन उवाच
અર્જુન કહે છેઃ

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥३-३६॥

atha kena prayuktah ayam papam charati purushaha
anichhan api varshaneya balat eva niyojitaha

કોનાથી પ્રેરાઈને પાપ કરે છે લોક,
ઈચ્છા ના હોયે છતાં જાણે ખેંચે કો'ક.
*
પાપનું કારણ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છેઃ
Shri Bhagvan uvacha

काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३-३७॥

kamah aish krodhah aish rajoguna samudbhavaha
mahashano mahapapma viddhi enam iha varinam

ઈચ્છા તૃષ્ણા વાસના, ક્રોધ કહ્યો છે જે,
તે જ કરાવે પાપને, દુશ્મન જનના તે.
*

*
धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च ।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥३-३८॥
dhumen avriyate vahinah yatha adavshaho malena cha
yatha ulben avritah garbhahstatha ten idam avritam

દર્પણ મેલે, રાખથી આગ જેમ ઢંકાય,
ગર્ભ ઓરથી, કર્મ સૌ ત્યમ તેથી ઢંકાય.
*
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥३-३९॥

avritam gyanam etena gyanino nityavairina
kama rapena kaunteya dushpurena analena cha

અતૃપ્ત અગ્નિ કામનો જ્ઞાનીનો રિપુ છે,
ઢાંકી દે છે જ્ઞાનને, અગ્નિ સાચે તે.
*
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥३-४०॥

indriyani manah buddhi asya adhisthanam uchyate
aitaih vimohayati aishah gyanam avritya dehinam

મન બુધ્ધિ ઈન્દ્રિય છે તેના નિત્ય નિવાસ,
તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ. ॥૪૦॥

Meaning
अर्जुन बोले
हे कृष्ण, मनुष्य स्वयं न चाहते हुए भी किससे प्रेरित होकर पापकर्म में प्रवृत्त होता है?
श्री भगवान बोले
रजोगुण के प्रभाव से पैदा होने वाले इच्छा (कामना) तथा क्रोध – उनको तुम  महाविनाशी, महापापी और अपना दुश्मन मानो । जिस प्रकार धूआँ आग को ढक लेता है, मैल दर्पण (शीशा) को ढक लेती है, जेर शिशु के गर्भ को ढक लेता है, उसी तरह काम तथा क्रोध ज्ञान पर पर्दा डाल देते है । हे कौन्तेय, जिसका पूरी तरह शमन करना संभव नहीं एसे काम तथा क्रोध के आवेग ज्ञानी पुरुष के वैरी है । मन, बुद्धि और इन्द्रियाँ में छुपकर यह ज्ञान को आच्छादित करके जीव को संमोहित करते है ।
*
અર્જુન કહે છે
હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે ?
શ્રી ભગવાન કહે છે,
રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ તથા ક્રોધ જ મહાવિનાશી, મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે. જેમ ધુમાડો આગને, મેલ દર્પણને, ઓર ગર્ભને ઢાંકી દે છે તેવી જ રીતે કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાંખી દે છે. એથી હે કૌન્તેય, જેની કદી તૃપ્તિ થતી જ નથી એવા કામ અને ક્રોધના આવેગો જ્ઞાનીના સૌથી મોટા દુશ્મન છે. મન, બુદ્ધિ અને ઈન્દ્રિયમાં નિવાસ કરીને તે જીવને સંમોહિત કરે છે.

Verse 41-43

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥३-४१॥

tasmat tvam indriyani adau niyamya bharatarshabhah
papamanam prajahi hi enam gyan, vigyan-nashanam

મન બુધ્ધિ ઈન્દ્રિયનો તેથી કાબૂ કરી,
જ્ઞાનનાશ કરનાર તે પાપી નાખ હણી.
*
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥३-४२॥

indriyani parani ahuh indriyebhyaha param manaha
manasah tu para budhih yah buddheh paratastu saha

ઈન્દ્રિયો બળવાન છે, મન તેથી બળવાન,
મનથી બુધ્ધિ શ્રેષ્ઠ છે, આત્મા ઉત્તમ જાણ.
*


*
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥३-४३॥
evam buddheh param budhvah samstabhya atmanam atmana
jahi shatrum mahabaho kamarupam durasadam

આત્માને ઉત્તમ ગણી, આત્મશક્તિ ધારી,
કામરૂપ આ શત્રુને શીઘ્ર નાખ મારી. ॥૪૩॥
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादेकर्मयोग नाम तृतीयोऽध्याय: ॥ ३ ॥

Ohm iti shrimad bhagawadgitastu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade karmayoga nama tritiyo adhyayah.

।। અધ્યાય ત્રીજો સમાપ્ત ।।

Meaning
इसलिये, हे अर्जुन, सबसे पहले तुम अपनी इन्द्रियों को वश में करो और पापमयी, ज्ञान और विज्ञान का नाश करने वाली कामना को निर्मूल करो । मनुष्य देह में इन्द्रियों को बलवान कही गयी है । मगर इन्द्रियों से उत्तम मन है, मन से उत्तम बुद्धि है और बुद्धि से श्रेष्ठ आत्मा है । इस प्रकार स्वयं (आत्म तत्व) को बुद्धि से बहेतर जान कर, हे महाबाहो, इस दुर्जय कामना रूपी शत्रु का नाश करो ।
*
એથી હે અર્જુન, સૌથી પ્રથમ તું ઈન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી, જ્ઞાનને હણનાર કામનામાંથી નિવૃત્તિ મેળવ. મનુષ્ય દેહમાં ઈન્દ્રિયોને બળવાન કહેવામાં આવી છે. પરંતુ મન ઈન્દ્રિયોથી બળવાન છે. બુદ્ધિ મનથી બળવાન છે અને આત્મા બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. એથી આત્મતત્વને સૌથી બળવાન માની આ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત નાશ કરી નાખ.

No comments:

Post a Comment