Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

અધ્યાય દસમો : વિભૂતિ યોગ





અધ્યાય દસમો : વિભૂતિ યોગ


Chapter 10


Vibhuti Yog

In this chapter Arjuna asks Lord Krishna how God is manifested in this universe, replying to which Lord Krishna elaborate in detail his various forms. The most important message is that whatever in this material world seem filled with truth, divine love and celestial beauty - is the manifestation of the Divine.

અધ્યાય દસમો : વિભૂતિ યોગ

ગીતાના આ અધ્યાયમાં ભગવાન પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે હું આત્મતત્વરૂપે સર્વ પ્રાણીઓમાં રહું છું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર - બધું મારા વડે જ છે. આ સૃષ્ટિનો આદિ, મધ્ય, અને અંત પણ હું જ છું.

ભગવાન આગળ કહે છે છે કે હું દેવોમાં બૃહસ્પતિ, મહર્ષિઓમાં ભૃગુ, પર્વતોમાં હિમાલય, યજ્ઞોમાં જપયજ્ઞ, વૃક્ષોમાં પીપળો, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ, મુનીઓમાં વ્યાસ, કવિમાં શુક્રાચાર્ય, હાથીઓમાં ઐરાવત, મનુષ્યોમાં નૃપ, ગાયમાં કામધેનુ, શશ્ત્રોમાં વજ્ર, સર્પમાં વાસુકિ, પાણીમાં ગંગા, શસ્ત્રવાનમાં રામ, ઋતુમાં વસંત ...છું. હું જ જગતનું બીજ છું. મારા વિના આ જગતનું અસ્તિત્વ શક્ય નથી. મારું દૈવી રૂપ અનંત છે. વર્ણન કરતાં એનો પાર આવે એમ નથી. ટુંકમાં કહું તો જગમાં જે જે સુંદર, સત્ય, પવિત્ર અને પ્રેમલ જણાય છે તે બધું જ મારા અંશથકી થયેલું જાણજે.

Verse 01-05

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

भूय एव महाबाहो शृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१०-१॥

bhuyah eva mahabaho shrinu me parmam vachah
yat te aham priyamanaya yakshyani hitlemyayah

ફરીવાર અર્જુન તું સુણ વચનો મારાં,
તારા હિત માટે કહું વચનો તે પ્યારાં.
*
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥१०-२॥

na me viduh surganah prabhavama na maharsayah
aham adih hi devenama maharshinama cha sarvashah

જન્મ ન મારો જાણતાં મહર્ષિ અને દેવ,
આદિ દેવ ને ઋષિતણો જાણી મુજને સેવ.
*

*
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।
असंमूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥१०-३॥
yah mam ajam anadim cha vetti lokamaheshwaram
asammudha sah martyeshu sarvapapaih pramudhyate

લોકોનો ઈશ્વર મને જે કોઈ જાણે,
દુઃખદર્દથી તે છૂટી મુક્તિરસ માણે.
*
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥१०-४॥

buddhih gyanam asammohah kshama satyama damah shamah
sukham duhkham bhavah abhavah bhayam cha abhayam eva cha

ક્ષમા સત્ય બુધ્ધિ વળી શમદમ તેમજ જ્ઞાન,
સુખ દુઃખ ભય ને અભય, સત્યાસત્ય પ્રમાણ.
*
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥१०-५॥

ahimsa samata tustih tapah danam yashah ayashah
bhavanti bhavah bhutanama mattah eva prithagivadhah

તપ ને સમતા ને દયા, યશ અપયશ ને દાન,
ભાવ થતા પ્રાણીતણાં, તે સૌ મુજથી જાણ.



Verse 06-10

महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥१०-६॥

maharshyah sapta purve chatvarah manavah tatha
madbhavah manasah jathah yesham loke imah prajah

સાત મહર્ષિ ને વળી ચાર જાતને તે,
મનુ મારાથી છે થયા, જગતના પિતા જે.
*
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥१०-७॥

etam vibhutim yogam cha mama yah vetti tattvatah
sah avikampena yogena yujyate na atra sanshayah

વિભૂતિ તેમજ યોગ આ મારો જાણે જે,
જોડાયે દ્રઢ યોગથી મારી સાથે તે.
*

*
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥१०-८॥
aham sarvasya prabhavah mattah sarvam pravartate
iti mattva bhajante mama budhah bhavasamanvitah

સૌનો હું સ્વામી વળી મારામાં આ સર્વ,
જ્ઞાની સમજે એમ ને ભજે તજીને ગર્વ.
*
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥१०-९॥

machittah madgatpranah bodhayantah parasparama
kathayantah cha mama nityam tushyanti cha ramanti cha

મન ને પ્રાણથકી મને ભજે કથાય કરે,
મારી ચર્ચાથી સદા તૃપ્તિ હર્ષ ધરે.
*
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥१०-१०॥

tesham satatyuktanam bhajatam pritipurvakam
dadami buddhiyogam tam yena mam upayanti te

અનન્ય પ્રેમી ભક્તને બુધ્ધિ આપું છું,
તેથી મુજને મેળવે, બંધન કાપું છું.


Verse 11-15

तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥१०-११॥

tesam eva anukampartham aham agyanajam tamah
nashayami atmabhavasthah gyanadipena bhasvata

દયા કરીને જ્ઞાનનો દીપ બનું છું હું,
રહી હૃદયમાં તેમનું અજ્ઞાન હરું છું.
*
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१०-१२॥

param brahma param dham pavitram parmam bhavan
purusham shashvatam divyam adidenam ajam vibhum

પવિત્ર ઈશ્વર છો તમે, દેવ જગતના તેમ,
શાશ્વત તેમજ દિવ્ય છો, અજ અવિનાશી તેમ.
*

*
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा ।
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ॥१०-१३॥
ahuh tvam rishayah sarve devarshih naradah tatha
asitah devalah vyasah svayan cha eva bravishi me

નારદ તેમજ વ્યાસને સંત કહે છે એમ,
અસિત વ્યાસ દેવલ વળી તમે કહો છો તેમ.
*
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१०-१४॥

sarvam etat ritam manye yat mam vadasi keshava
na hite bhagavan vyaktim viduh devah na denavah

સાચું માનું છું તમે કહો તે બધું હું,
દેવ તેમ દાનવ પ્રભો, તમને જાણે શું
*
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥१०-१५॥

svayam eva atmana atmanam vetath tvam purushottam
bhutabhavan bhutesh denadeva jagatapate.

તમે જ જાણો છો ખરે પૂર્ણ તમારું રૂપ,
દેવદેવ ભૂતેશ હે, જગતનાથ જગભૂપ.



Verse 16-20

वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः ।
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥१०-१६॥

vaktum arhasi ashesena divyah hi atmavibhutayah
yabhih vibhutibih lokan imam tvam vyapya tisthasi

કેવી રીતે છો તમે વ્યાપક આ જગમાં ?
વિભૂતિથી વ્યાપક થયા કેમ તમે જગમાં ?
*
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् ।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥१०-१७॥

katham vidyam aham yogin tvam sada parichintayan
kesu kesu cha bhavesu chintayah asi bhagavan maya

ધ્યાન તમારું ધારતાં યોગી શેં જાણું,
ક્યા ભાવથી ચિંતવું, ભક્તિ હું માણું.
*

*
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन ।
भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ॥१०-१८॥
vistarena atmanah yogam vibhutim cha janardan
bhuyah kathaya triptih hi shrinvatah na asti me amritam

યોગશક્તિ વિસ્તારથી ફરી કહો મુજને,
અમૃત પીતાં થાય ના તૃપ્તિ ખરે મુજને.
*
વિભૂતિનું વર્ણન

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः ।
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥१०-१९॥

hant te kathaishyami divyah hi atmavibhutiyah
pradhantah kurushrestha na asti antah vistarasya me

ખ્યાલ જ આપું છું તને મારા રૂપતણો,
બરાબર કહું થાય તો, તો વિસ્તાર ઘણો.
*
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः ।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥१०-२०॥

aham atma gudakesha sarva bhutashayah sthitah
aham adih cha madhyam cha bhutanam antah eva cha

પ્રાણીઓમાં હું રહ્યો આત્મરૂપ થઈ,
આદિ મધ્ય ને અંત હું સૌનો રહ્યો બની.



Verse 21-25

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥१०-२१॥

adityanam aham vishruh jyotisham ravih anshuman
marichih marutam asmi nakshatranam ahavi shashi.

વિષ્ણુ છું, ઊગું વળી જગમાં સૂર્ય બની,
મરિચી તેમ જ ચંદ્ર છું હું નક્ષત્ર મહીં.
*
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥१०-२२॥

vedanam samavedah asmi devanam asmi vasavah
indriyanam manah cha asmi bhutanan asmi chetna

સર્વ વેદમાં દિવ્ય તે સામવેદ હું છું,
દેવોમાં છું ઈન્દ્ર ને મન ને ચેતન છું.
*

*
रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥१०-२३॥
rudranam shankarah cha asmi vitleshah yaksharaksasam
vasinam pavakah cha asmi meruh shikharinam aham

શંકર રુદ્રોમાં વળી કુબેર પણ હું છું,
અગ્નિ છું, મેરુ થયો પર્વતમાહીં હું.
*
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ॥१०-२४॥

purodhasame cha mukhyam mam viddhi parth brihaspatim
senanim aham skandhah sarsam asmi sagarah

દેવોના ગુરૂ જે કહ્યા, તે જ બૃહસ્પતિ છું,
સેનાપતિમાં સ્કંદ ને સાગર જલમાં છું.
*
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥१०-२५॥

maharshinam Briguh aham giram asmi ekam aksharam
yagyanam japayagyah asmi sthavaranam himalayah

મહર્ષિમહીં ભૃગુ થયો, હિમાલય બન્યો છું,
યજ્ઞોમાં જપયજ્ઞ ને ૐકાર થયો છું.


Verse 26-30

अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥१०-२६॥

ashvatha sarvabrikshanam devarshinam cha naradah
gandharvanam chitra rathah sidhhanam kapilo munih

વૃક્ષોમાં છું પીપળો, નારદ તેમજ હું,
ગંધર્વોમાં ચિત્રરથ, કપિલ સિધ્ધમાં છું.
*
उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥१०-२७॥

ucchaihshravasam ashvanam viddhi mam amritodbhavam
airavatam gajendranam naranam cha naradhipatam

અમૃતથી પ્રકટેલ છું, અશ્વ અલૌકિક હું,
ઐરાવત હાથીમહીં, મનુષ્યમાં નૃપ છું.
*

*
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥१०-२८॥
ayudhanam dham vajram dherunam aham kamadhuk
prajanah cha asmi kandarpah sarpanam asmi vasuki

કામધેનુ છું ગાયમાં, વજ્ર શસ્ત્રમાં છું,
ધર્મપરાયણ કામ છું, વાસુકિ સર્પે હું.
*
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥१०-२९॥

ananthah cha asmi naganam varunah yadasam aham
pitrinama aryama cha asmi yamah sanyamtamaham

અનંત નામે નાગ છું, વરૂણ તેમજ હું,
પિતૃમાં છું અર્યમાં, યમીમહીં યમ છું.
*
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥१०-३०॥

prahaladah cha asmi daityanam kalah kalayatam aham
mriganam cha mrigendrah aham vamteyah cha pakshinam

કાલરૂપ છું, દૈત્યમાં પ્રહલ્લાદ ખરે છું,
પશુમાં સિંહ થયો વળી, ગરૂડ ખગમાં છું.


Verse 31-35

पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥१०-३१॥

pavanah pavatam asmi rama shastrabhitam aham
jhasanam makarah cha asmi shrotasam asmi janhvi

પવન તેમ પાણીમહીં ગંગા પાવન છું,
મગરમચ્છ છું, રામ છું, શસ્ત્રવાનમાં છું.
*
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥१०-३२॥

sanganam adih antah cha madhyam cha eva aham arjuna
adhyatna vidyanam vadah pravadtam aham

આદિ મધ્ય ને અંત છું આ સૃષ્ટિનો હું,
વિદ્યામાં અધ્યાત્મ ને વાદ વિવાદે છું.
*

*
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।
अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥१०-३३॥
aksaranam akarah asmi dvandah samasikasya cha
aham eva akshayah kalah dhata aham visvatomukhah

અકાર અક્ષરમાં અને દ્વંદ્વ સમાસે છું,
ધાતા આશ્રય કાલ છું, અક્ષર જગનો હું.
*
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥१०-३४॥

mrituh sarvaharah cha aham udbhavah cha bhavishyatam
kirtih shri vak cha narinam smritih, medha dhritih kshama

જન્મ તેમ મૃત્યુ વળી થઈને રહ્યો છું,
સ્ત્રીની સુંદરતા અને વાણી યશ પણ હું.
*
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥१०-३५॥

brihatsam tatha samanam gayatri chhanda samaham
masanam margarshirshah aham hritunama kusumakarah

ધીરજ તેમ ક્ષમા થયો, ગાયત્રી પણ હું,
માસ માગશર ને વળી વસંત ઋતુમાં છું.


Verse 36-40

द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥१०-३६॥

dhyutam chalayatam asmi tejah tejasvinam aham
jayah asmi vyavasayah asmi sattvam sattva vatam aham

તેજ તેમ જય બલ અને બુધ્ધિરૂપે છું,
છળ કરનારામાં સદા દ્યુત થયેલો છું.
*
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥१०-३७॥

vrishninam vasudevah asmi pandavanam dhanjayah
muninam api aham vyasah kavindm ushana kavih

પાંડવમાં અર્જુન ને વાસુદેવ છું હું,
કવિમાં શુક્રાચાર્ય ને મુનિમાં વ્યાસ જ છું.
*

*
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥१०-३८॥
dando damayatam asmi nitih asmi jigishatam
maunam cha eva asmi guhyanam gyanam gyanavatam aham

નીતિ તેમ શાસકમહીં દંડ થયો છું હું,
ગુહ્ય વાતમાં મૌન ને જ્ઞાનસ્વરૂપે છું.
*
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥१०-३९॥

yat cha api sarva bhutanam bijam tat aham arjuna
na tat asti vina yat syat maya bhutam characharam

જગતતણું છું બીજ હું, સુણજે અર્જુન તું,
મારા વિણ તો આ રહે અસ્તિત્વ ખરે શું
*
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥१०-४०॥

na antah asti mam divyanam vibhutinam paramtapa
aish tu uddeshatah proktah vibhuteh vistarah maya

મારા દૈવી રૂપનો અંત ના જ આવે,
આ તો થોડું છે કહ્યું, કોણ બધું ગાવે ?


Verse 41-42

यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम् ॥१०-४१॥

yat yat vibhutimat sativam shrimat urjitam eva va
tat tat eva avagachha tvam mam tejomshan bhavam

જે જે સુંદર, સત્ય ને પવિત્ર પ્રેમલ છે,
મારા અંશ થકી થયું, જાણી લેજે તે.
*

*
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥१०-४२॥
athava bahuna etena kim gyatena tava arjuna
vistabhya aham idam kritsnam ekanshena sthitah jagat

બધું જાણીને તું વળી કરીશ અર્જુન શું
મારા એક જ અંશમાં વિશ્વ બધુંય રહ્યું.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः ॥ १० ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade Vibhutiyoga nama dashmo adhyayah

।। અધ્યાય દસમો સમાપ્ત ।।

No comments:

Post a Comment