Disclaimer

Disclaimer Legal Disclaimer Our concept to develop this website is to put Lord Shrinathji and all other God , Goddess information, photo and bhajan on website from book, different website and devotes.Some contents are taken from free and other website available on net and it’s not in in original length of form.Upon content owner request we may delete come contents.Owners email us if you want to remove your contents from our website or webblog.This blog is not for any commercial purposes. Thank you very much for your all support. Also all inappropriate comments will be deleted at the author’s discretion. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, January 22, 2013

અધ્યાય ચોથો : કર્મબ્રહ્માર્પણ યોગ





અધ્યાય ચોથો : કર્મબ્રહ્માર્પણ યોગ

Chapter 04

Karma-brahmarpan Yog

In this chapter, Krishna describes the reason for his time-to-time descent on this earth. In order to protect his devotees and to eradicate evils, God periodically manifest on this planet. The chapter also details on action (karma), non-action (akarma) and performance of rituals (yagna). Lord Krishna also highlights the path of knowledge (Gnān) for ultimate salvation.

અધ્યાય ચોથો : કર્મબ્રહ્માર્પણ યોગ

ભગવાન ચોથા અધ્યાયમાં રહસ્યોદધાટન કરતાં કહે છે કે પરાપૂર્વથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. મેં (ભગવાને) વિવસ્વાનને, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું હતું. આ સાંભળી અર્જુનને વળી શંકા થઇ કે વિવસ્વાન તો ઘણાં સમય પૂર્વે થઇ ગયા અને ભગવાન તો હજુ શરીરધારી તેની સામે ઉભેલા છે. આવું કેવી રીતે શક્ય બને ?

આ પ્રશ્નના જવાબમાં ભગવાન પોતાના અવતારોનું રહસ્યોદઘાટન કરે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા અને તારા અનેક જન્મો જઇ ચુક્યા છે. ફરક એટલો જ છે કે મને તે બધા યાદ છે જ્યારે તને તેની વિસ્મૃતિ થઇ છે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થઇ જાય છે ત્યારે ધર્મની સંસ્થાપના માટે હું પ્રગટ થાઉં છું. હું દુષ્ટોનો સંહાર કરું છે અને મારા ભક્તોનું રક્ષણ અને પાલન કરું છે.

ભગવાન કર્મ અને અકર્મ વિશે પ્રકાશ પાડતાં જણાવે છે કે ફળની તૃષ્ણા ત્યાગીને થયેલ કર્મો બાંધતા નથી, એ કર્મ કરનાર, એ કર્મ કરવા છતાં એનો કર્તા થતો નથી. ભગવાન જુદી જુદી જાતના યજ્ઞ વિશે પણ પ્રકાશ પાડે છે અને જણાવે છે કે દ્રવ્ય વડે થતાં યજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.



Verse 01-05

श्रीभगवानुवाच
Shri Bhagavan uvacha
શ્રી ભગવાન કહે છે

इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥४-१॥

imam vivasvate yogam proktavan aham avyayam
vivasvan manveh prah manuh ikshavakve abravit

વિવસ્વાનને યોગ આ પહેલાં કહ્યો મેં,
મનુને કથિયો તેમણે, ઈક્ષ્વાકુને મનુએ.
*
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥४-२॥

evam paramparapraptam imam rajarshayo viduha
sah kalena ih mahata yogo nastaha paramtapa

પરંપરાથી જાણતા રાજર્ષિ આ યોગ,
કાળ જવાથી તે ખરે, નષ્ટ થયો છે યોગ.
*

*
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥४-३॥
sah eva ayam maya te adya yogaha proktaha puratanaha
bhaktah asi me sakha cha iti rahasyam hi etat uttamam

રહસ્યવાળો યોગ તે તુજને પાર્થ કહ્યો,
ભક્ત તેમ માની સખા, ઉત્તમ યોગ કહ્યો.
*
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥४-४॥

Aparam bhavato janma param janma vivasvatah
katham etat vijaniyam tvam adau proktavan iti

વિવસ્વાન પૂર્વે થયા, તમે થયા હમણાં,
યોગ તમે ક્યાંથી કહ્યો, થાય મને ભ્રમણા.
*
श्रीभगवानुवाच
Shri Bhagawan Uvacha
શ્રી ભગવાન કહે છે

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥४-५॥

bahuni me vyatitani janmani tava cha arjuna
tani aham veda sarvani na tvam vettha paramtapah.

મારા ને તારા ખરે જન્મ અનેક થયા,
મને યાદ તે સર્વ છે, તને ન યાદ રહ્યા.

Meaning
श्री भगवान बोले
मैंने इस अविनाशी योग को सर्वप्रथम सूर्य को बताया था, सूर्यने इसे अपने पुत्र वैवस्वत मनु को कहा और मनु ने अपने पुत्र इक्ष्वाकु को बताया । हे परन्तप (अर्जुन), इस प्रकार परम्परा से इस योग को राजर्षियों ने जाना । लेकिन वक्त के चलते, यह ज्ञान मानो नष्ट हो गया । तुम मेरे भक्त और प्रिय सखा हो इसलिए योग के इस उत्तम रहस्य को आज मैंने तुम्हारे सामने प्रकट किया ।
अर्जुन ने कहा
आपका जन्म तो अभी हुआ है, और सूर्य तो बहुत पहले से है । तो मैं यह कैसे मानूँ कि आपने इसे सूर्य को सृष्टि के आरंभ में बताया था ?
श्री भगवान बोले
हे अर्जुन, मेरे और तेरे बहुत से जन्म हो चुके हैं । मुझे वो सब याद है मगर तुम उसे भूल चुके हो ।
*
શ્રી ભગવાન કહે છે
મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. હે અર્જુન, આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો. પરંતુ કાળક્રમે એ યોગ નષ્ટ પામ્યો છે. તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.
અર્જુન કહે છે
હે કેશવ, તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે. તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો ?
શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે. પરંતુ ફરક એટલો છે કે મને એ બધા યાદ છે અને તેને એ યાદ નથી રહ્યા.


Verse 06-10

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥४-६॥

ajah api sann avyayatma bhutanam ishvarah api san
prakratim svam adhisthaya sambhavami atmamayaya

જગસ્વામી અજ છું છતાં, જન્મ લઉં છું હું,
પ્રકૃતિના આધારથી પ્રગટ થઉં છું હું.
*
અવતાર વિશે

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

yada yada hi dharmasya glanirbhavati bharata
abhyuthanam adharmasya tada atmanam srijami aham

જ્યારે જ્યારે ધર્મનો થઈ જાય છે નાશ,
અધર્મ વ્યાપે તે સમે જન્મ લઉં છું ખાસ
*

*
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
paritranaya sadhunam vinashyaya cha dushkritam
dharmasansthapana arthaya sambhavami yuge yuge

રક્ષુ સજ્જનને અને કરું દુષ્ટનો નાશ,
સ્થાપું સાચા ધર્મને પુરું ભક્તની આશ
*
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥४-९॥

janma karma cha me divyam evam yah vetti tattvatah
tyaktava deham punah janma na etimama eti sah arjuna

દિવ્ય જન્મ ને કર્મને મારા જાણે જે,
મરણ પછી જન્મે નહીં, મને મેળવે તે.
*
वीतराग भयक्रोधा मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥४-१०॥

vitaraga bhaya krodhah manmayah mama upashritaha
bahavah gyantapasa putah madbhavan agataha

ભય ને ક્રોધ તજી દઈ કરીને મને પ્રેમ,
તપ ને જ્ઞાન થકી ઘણાં પામ્યા મુજને તેમ.

Meaning
मैं अजन्मा और अविनाशी हूँ, प्राणीमात्र का महेश्वर हूँ, फिर भी प्रकृति को अपने वश में कर योगमाया से प्रकट होता हूँ । हे भारत, जब जब धर्म का नाश होता है और अधर्म का व्याप बढता है, तब तब मैं स्वयं साकार रूप में प्रकट होता हूँ । साधू पुरुषों का रक्षण, दुष्कर्मियों का विनाश तथा धर्म कि संस्थापना के लिये मैं युगों युगों से प्रकट होता आया हूँ । मेरे जन्म और कर्म दिव्य तथा अलौकिक हैं । जो मनुष्य इसका भेद जान लेता है, वो मृत्यु के बाद मुझे पा लेता है (अर्थात् वो जन्म मरण के चक्र में नहीं फँसता और उसका पुनर्जन्म नहीं होता) । जिसके राग, भय और क्रोध नष्ट हो चुके है, जिसका मन अनन्यभाव से मुझमें स्थित है, एसे जीवात्मा, ज्ञान और तप से पवित्र होकर, मेरे पास पहुँचते हैं । (अर्थात् मेरे स्वरूप को जान लेते है)
*
હું અજન્મા અને અવિનાશી છું. સર્વ ભૂતોનો ઈશ્વર છું. છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રકટ થાઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુપુરુષોનું રક્ષણ, દુષ્કર્મીઓનો વિનાશ તથા ધર્મની સંસ્થાપનાના હેતુ માટે યુગે યુગે હું પ્રકટ થાઉં છું. મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે. જે મનુષ્ય એનો પાર પામી જાય છે એ મૃત્યુ પછી મને પામે છે. એ જન્મ-મરણના ચક્રમાં નથી ફસાતો. જેના રાગ, દ્વેષ, ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે  અનન્યભાવથી મારું ચિંતન કરે છે તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે.


Verse 11-15

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥४-११॥

ye yatha mam prapadyante tan tatha eva bhajami aham
mam vartm anuvartante manushayah partha sarvashah

જેવા ભાવથકી મને ભક્ત ભજે મારા,
તેવા ભાવે હું ભજું તે સૌને પ્યારા

સર્વ પ્રકારે માનવી મુજ માર્ગે ચાલે,
મંગલ તેનું થાય જે મુજ માર્ગે ચાલે.
*
काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥४-१२॥

Kankshantaha  karmanam siddhim yajant iha devatah
kshipram hi manuse loke siddhirbhavati karmaja

બીજા દેવોને ભજે પ્રેમ કરીને જે,
સાચે સિધ્ધિ પામતા પૂજી તેમને તે.
*

*
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥४-१३॥
chaturvarnyam maya shristam gunakarma vibhagashah
tasya kartaram api mama viddhi akartarma avyayam

ચાર વર્ણ મેં સર્જીયા ગુણને કર્મે માન,
તેનો કર્તા હું છતાં, અકર્તા મને જાણ.
*
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥४-१४॥

na mam karmani limpanti na me karmaphale spriha
iti mam yoabhijanati karma bhirna sahbadhyate

મને કર્મબંધન નથી, નથી કર્મમમતા
માનવ સમજે એમ તે કર્મથકી છુટતા
*
एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥४-१५॥

evam gyatva kritam karma purvaih api mumukshabhih
kuru karma eva tasmat tvam purvaihi purvataram kritam

એવું જાણીને કર્યા પહેલાં કૈંયે કર્મ,
એમ જ કરજે કર્મ તો સચવાશે તુજ ધર્મ.

Meaning
हे अर्जुन, जो जो भक्त जिस प्रकार से मेरा चिंतन करता है, मैं उसे वैसे ही मिलता हूँ । विभिन्न मनुष्य विभिन्न प्रकार से मेरे ही पास आते है । जो कर्मफल मे सफलता की कामना रखते हैं वो देवताओ का पूजन करते हैं क्योंकि इस मनुष्य लोक में एसा करने पर कर्मफल की सिद्धि शीघ्र होती है । ब्राह्मण, क्षत्रिय, वैश्य और शुद्र - ये चारो वर्ण गुण तथा कर्म के आधार पर मेरे द्वारा ही रचे गये है । सृष्टि की रचना तथा अन्य कर्मों का कर्ता होते हुऐ भी तूम मुझे अविनाशी और अकर्ता ही जानो । क्योंकि न तो मुझे कर्म बाँधते हैं और न ही कर्मफल की कोई इच्छा । जो मुझे इस प्रकार जान लेता है, वो कर्म के बंधनो से मुक्त हो जाता है । पहले के जमाने में यह जान कर मुमुक्षु (मोक्ष की इच्छा रखनेवाले) कर्म किया करते थे । तुम भी इसी प्रकार कर्म करो, जैसे तुम्हारे पूर्वज पुरातन काल से करते आये है ।
*
હે અર્જુન, જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું. (અર્થાત્ ભક્તની ભાવના પ્રમાણે હું પ્રકટ થાઉં છું.) શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે. આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - એ ચાર વર્ણોની રચના કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે. એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી. કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી. જે મારા રહસ્યને આ પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે. પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા. એથી હે અર્જુન, તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર.

Verse 16-20

કર્મ અને અકર્મ

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥४-१६॥

kim karma kim akarma iti kavayavah api atra mohitaha
tat te karma pravakshyami yat gyatva mokshyashe ashubhat

અકર્મ તેમજ કર્મમાં મોહાયા વિદ્વાન,
કર્મ કહું જેથી રહે નહીં અશુભમાં ધ્યાન
*
कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥४-१७॥

karmano hi api bodhavyam bodhavyam cha vikarmanaha
akarmanshcha bodhavyam gahanah karmano gatihi

કર્મ અકર્મ વિકર્મનો યોગ્ય જાણવો મર્મ
કર્મ રહસ્ય પિછાનવું, ગહન ખરે છે કર્મ.
*

*
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥४-१८॥
karmani akarma yah pashyet akarmani cha karma yah
sah buddhiman manusyesu sah yuktah kritsnakarmakrita

અકર્મ દેખે કર્મમાં, કર્મ અકર્મે જે,
ઉત્તમ કર્મી તે કહ્યા, જ્ઞાની સૌમાં તે.
*
यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥४-१९॥

yasya sarve samarambhaha kama sankalp varjitaha
gyanagnidagdhakarmanam tamahuh panditam budhah

ફળની તૃષ્ણા ત્યાગતાં, કર્મ કરે છે જે,
દેહ જ્ઞાનથી કર્મને, પંડિત સાચે તે.
*
त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ॥४-२०॥

tyaktva karmaphalasangam nitrayatriptah nirasrayaha
karmany abhipravrittoh api na eva kinchit karoti saha

આસક્તિને છોડતાં, નિત્યતૃપ્ત જ્યમ જે,
કર્મ કરે છે માનવી, કરે કૈં નહીં તે.

Meaning
कर्म कया है और अकर्म कया है, इसका निर्णय करने में बडे बडे विद्वान भी मोहित हो जाते हैं । आज मैं तुम्हे बताउँगा कि कर्म कया है, जिसे जानकर तुम कर्मबंधन से मुक्ति पा लोगे । कर्म, अकर्म तथा विकर्म – तीनों के बारे में जानना जरूरी है क्योंकि कर्म की गति अति गहन है ।  जो मनुष्य कर्म में अकर्म को देखता है तथा अकर्म में कर्म को देखता है वही बुद्धिमान है । इसी बुद्धि से युक्त होकर वो अपने सभी कर्म करता है । जिसके द्वारा आरम्भ किया सब कुछ कामना से मुक्त है, तथा जिसके सभी कर्म ज्ञान रूपी अग्नि में जलकर राख हो गये हैं, उसे ज्ञानीजन भी बुद्धिमान कहते हैं । जो पुरुष समस्त कर्म और उनके फलमें आसक्ति का संपूर्ण त्याग करके सदा के लिए परमात्मा में तृप्त, और निराश्रय हो गया है, वह कर्म मे लगा हुआ होकर भी, उससे मुक्त रहेता है ।
*
કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે. હું તને કર્મ વિશે સમજાવું જેથી તું કર્મબંધન અને (યુદ્ધભૂમિમાં અત્યારે તને થયેલ) ક્લેશમાંથી મુક્ત થશે. કર્મ, અકર્મ અને વિકર્મ - એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે. જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે. એ જ્ઞાનથી મંડિત થઈને તે પોતાના સર્વ કાર્યો કરે છે. જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી.

Verse 21-25

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४-२१॥

nirashih yatchitatma tyakta sarva parigrahah
shariram kevalam karma kurvan na apnoti kilvisham

તૃષ્ણા સંગ્રહ છોડતાં, મનનો કાબૂ કરી,
શરીર કર્મ કર્યા થકી થાયે પાપ નહીં.
*
यदृच्छालाभसंतुष्टो द्वन्द्वातीतो विमत्सरः ।
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥४-२२॥

yadrichhalabh santusto dvandvateito vimatsarah
samah siddhau aiddhau cha kritva api na nibadhyate

લાભાલાભે તૃપ્ત જે દ્વંદ્વાતીત સદાય,
કર્મને કરે તોય તે ના બંધાય કદાય.
*

*
જુદા જુદા યજ્ઞ
गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।
यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥४-२३॥

gatsangasya muktasya gyanavapthita chetasah
yagyai acharatah; karma samagram praviliyate

સંગરહિતને મુક્ત છે જ્ઞાનપરાયણ જે,
કર્મ યજ્ઞભાવે કરે, કર્મ ન બાંધે તે.
*
ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥४-२४॥

brahma arpanam brahma havih brahmagnau brahmana hutam
brahmai tena gantavyam brahmakarma samadhina

અગ્નિ ને સમિધા વળી, હવિયે બ્રહ્મસ્વરૂપ,
કર્મ બ્રહ્મમય તેમને જે છે જ્ઞાનસ્વરૂપ.
*
दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥४-२५॥

devam eva apare yagyam yoginah paryupasate
brahmagnau apare yagyam yagyena eva upjuhyati

દેવયજ્ઞ કોઈ કરે, યોગીજન જગમાં,
બ્રહ્માગ્નિમાં યજ્ઞને અન્ય કરે જગમાં.

Meaning
जो कामनाओं से मुक्त होकर, अपने चित और आत्मा को वश में कर, सर्व भोगों का त्याग करके, केवल शरीर से कर्म करता है, वो कर्म करते हुऐ भी पाप को नहीं प्राप्त करता । जो किसी इच्छा के बिना सहज रूप से मिले पदार्थो में संतुष्ट है, जो इर्ष्या से पर है, हर्ष-शोक आदि द्वन्द्वों से ऊपर उठा हुआ है, जो सफलता या असफलता मे सम रहेता है, वो कर्म करते हुए भी उनसे नहीं बँधता । जो अनासक्त होकर और निरंतर परमात्मा का चिंतन करते हुए केवल यज्ञभाव से कर्म करता है, उसके सब कर्म पूरी तरह नष्ट हो जाते हैं (अर्थात् वो कर्म करते हुए भी कर्म नहीं करता) । (क्योंकि) अर्पण करने का साधन भी ब्रह्म है, जो अर्पण हो रहा है वो भी ब्रह्म है, जिसमे अर्पण किया जा रहा है वो भी ब्रह्म है, तथा अर्पण करने वाला भी ब्रह्म ही है । इस प्रकार कर्म करते समय ब्रह्म मे स्थित रहनेवाला योगी ब्रह्म को प्राप्त करता हैं । कुछ योगी यज्ञ के माध्यम से देवों की पूजा करते हैं और कुछ ब्रह्माग्नि की अग्नि मे अपने आत्मा की यज्ञ द्वारा आहुति देते हैं ।
*
જે તૃષ્ણારહિત થઈને, પોતાના મન અને ઈન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીરનિર્વાહને માટે જ કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ઠ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત, તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે, તેના બધા જ કર્મો નાશ પામે છે. કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહૂતિ આપે છે.


Verse 26-30

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति ।
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥४-२६॥

shrotadina indriyani anye samyamagrishu juhvati
shahdadina vishyan anye indriyagnishu juhvati

સંયમના અગ્નિમહીં ઈન્દ્રિયો બાળે,
કોઈ ઈન્દ્રિયોમહીં વિષયોને બાળે.
*
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥४-२७॥

sarvani indriyakarmani prankarmani cha apare
atmasamyam yogagnau juhyati gyandipite

જ્ઞાન ભરેલા આત્મનો સંયમમય અગ્નિ
કોઈ હોમે પ્રાણને જગવી એ અગ્નિ.
*

*
द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे ।
स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ॥४-२८॥
dravya yagyah tapoyagyah yogayagyah tatha apare
svadhyaya gyanayagyah cha yatayah shanshitvratah

દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ ને યોગયજ્ઞ પણ થાય,
જ્ઞાનયજ્ઞ કોઈ કરે, વ્રત તીક્ષ્ણ ઘણાં થાય.
*
अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे ।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥४-२९॥

apane juhvati pranam prane apana tathapare
pranapanagati ruddhava pranayama parayanah

પ્રાણાયામી પ્રાણને અપાનમાં હોમે,
પ્રાણ રોકતાં, પ્રાણમાં અપાનને હોમે.
*
अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥४-३०॥

apare niyathara pranam praneshu juhvati
sarve api etc yagyavidah yagyakshapita kalmishah

કાબૂ કરી આહારનો, હોમે પ્રાણે પ્રાણ,
યજ્ઞ જાણતાં, યજ્ઞથી પવિત્ર સૌને જાણ.

Meaning
कुछ योगीजन अपनी श्रवणेन्द्रिय आदि इन्द्रियों को संयमरुपी अग्नि मे समर्पित करते है, कुछ शब्दादि विषयों को इन्द्रियरूपी अग्नि मे समर्पित करते है तथा कुछ अपनी इन्द्रियों तथा प्राणों की समस्त क्रियाओं को आत्मसंयमयोग की अग्नि में समर्पित करते हैं । (इन्द्रिय से परमात्मा के अलावा किसी और पदार्थ का चिंतन मनन न करना ही इन्द्रिय का यज्ञ में समर्पित होना है) । इस प्रकार कोई द्रव्य पदार्थो से यज्ञ करते हैं (द्रव्ययज्ञ), कोई तप द्वारा यज्ञ करते हैं (तपयज्ञ), कोई कर्म द्वारा यज्ञ करते हैं और कोई व्रतों का सावधानी से पालन करते हुऐ स्वाध्याय द्वारा यज्ञ करते हैं (ज्ञानयज्ञ) । कुछ योगीजन अपानवायु में प्राण को अर्पित कर तथा कुछ प्राण मे अपान को अर्पित कर, (अर्थात् प्राण और अपान पर नियमन कर) प्राणायाम करते है । कुछ आहार पर संयम कर, प्राण और अपान पर काबू पाते है और इस प्रकार प्राणों कों प्राण में अर्पित करते हैं । ये सभी साधक, अपने अपने यज्ञ द्वारा पापों का नाश करनेवाले तथा यज्ञ को जानने वाले हैं ।
*
કેટલાક પોતાની શ્રવણેન્દ્રિને સંયમના અગ્નિમાં હોમે છે, કેટલાક શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે, તો વળી કેટલાક ઈન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. (ઈન્દ્રિયથી પરમાત્મા સિવાય અન્ય કશાનું ચિંતન ન કરવું એ ઈન્દ્રિયને યજ્ઞમાં સમર્પિત કરવા બરાબર છે.) કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે.

Verse 31-35

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥४-३१॥

yagya shistabhujmritah yanti brahma sanatanam
na ayam lokah asti ayagyasya kutah anyah kurusattam

યજ્ઞામૃત ખાનારને ઈશ્વર પ્રાપ્તિ થાય,
યજ્ઞહીનને આ જગે પછીય સુખ ના થાય.
*
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥४-३२॥

evam bahuvidhan yagyah vitatah brahmanah mukhe
karmajan viddhi tan sarvana evam gyatva vimokshyase

બ્રહ્માએ આવી રીતે અનેક યજ્ઞ કહ્યા
કર્મજન્ય તે જાણ, તો પાપ થશે ન કદા.
*

*
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप ।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥४-३३॥
shreyan dravyamyat yagyat gyanayagyah parantap
sarvam karma akhilam parth gyane parisamapyate

દ્રવ્યયજ્ઞથી જ્ઞાનનો યજ્ઞ શ્રેષ્ઠ તું જાણ,
કર્મ બધાંયે જ્ઞાનમાં પૂર્ણ થાય તે માન.

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥४-३४॥

tat viddhi pranipatena pratiprashnena sevaya
updekshyanti te gyanam gyaninah tatudarshinin

અનુભવવાળો હોય જે જ્ઞાની તેમજ હોય,
તેને નમતાં સેવતાં, પૂછ પ્રશ્ન તું કો'ય
*
यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥४-३५॥

yat gyatna na punah moham evam yasyasi pandava
yen bhutani asheshena drakshiyasi atmani atho mayi

જ્ઞાન તને તે આપશે, તેથી મોહ જશે,
જગ આખું મુજમાં પછી જોશે આત્મ વિશે.

Meaning
हे अर्जुन, यज्ञशिष्ट अमृत का पान करनेवाला योगी सनातन ब्रह्म को प्राप्त करते हैं । (यज्ञ से अपने पापों को क्षीण कर उससे उत्पन्न शान्ति को प्राप्त करनेवाला ब्रह्म को जान लेता है) । जो इस प्रकार यज्ञ का अनुष्ठान नहीं करता उसके लिये यह लोक(जीवन) सुखदायक नहीं होता है तो फिर परलोक सुखदायक कैसे होगा ? ब्रह्मा द्वारा ऐसे बहुत सारे यज्ञों का विधान वेदो में किया गया है । इन सभी को तुम मन, ईन्द्रिय और शरीर की क्रिया द्वारा संपन्न होनेवाले जान । ऐसा जान लेने पर पर तुम कर्मबंधन से मुक्त हो जाओगे । हे अर्जुन, द्रव्य से किये जानेवाले यज्ञ की तुलना में ज्ञान यज्ञ श्रेष्ठ है । पूर्ण ज्ञान होने से सारे कर्म समाप्त हो जाते है । इस सत्य को भलीभाँति जान चुका ज्ञानी पुरुष, प्रणाम से, वार्तालाप से या  सेवा से प्रसन्न होकर तुम्हे ज्ञान प्रदान करेगा । हे पाण्डव, उस ज्ञान प्राप्त करने के बाद तुमको मोह नहीं होगा । साथ में, परमात्मा को तुम सृष्टि के सभी जीवों में तथा अपने आप में देखोगे ।
*
હે અર્જુન, યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે યજ્ઞો મન, ઈન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. આ સત્યને બરાબર જાણી ચુકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી, વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર. તે તને જ્ઞાન પ્રદાન કરશે. હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા અન્ય જીવોમાં મને નિહાળી શકીશ.

Verse 36-40

अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥४-३६॥

api cheta asi papebhyah sarvebhyah papakritam
sarvam gyana plavena eva vrijanam santarisyashi

પાપીમાં પાપી હશે કોઈ આ જગમાં,
જ્ઞાનનાવમાં બેસતાં, તરી જશે ભવમાં.
*
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥४-३७॥

yatha edhansi samiddhi agnih bhasmasat kurute arjuna
gyanagni sarvakarmavi bhasmasat kurute tatha

ભસ્મ કરે છે કાષ્ઠને બાળી અગ્નિ જેમ,
જ્ઞાનાગ્નિ કર્મો બધાં ભસ્મ કરે છે તેમ.
*

*
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥४-३८॥
na hi gyanena sadrisham pavitram iha vidhyate
tat svayan yogasamsiddhah kalena atmani vindati

જ્ઞાનસમું કૈંયે નથી પવિત્ર આ જગમાંહ્ય
સમય જતાં તે મેળવે જ્ઞાની અંતરમાંહ્ય.
*
श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥४-३९॥

shradhavan labhata gyanam tatparah samyatendriyah
gyanam labdhava param shantim acharena adhigachhati

શ્રધ્ધા ને સંયમ વળી લગની ખૂબ હશે,
જરૂર મળશે જ્ઞાન તો, શાંતિ વળી મળશે.
*
अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥

agyah cha ashraddhanah cha sanshayaatna vinashyanti
na ayam lokah asti na parah na sukham shanshayatmanah

અવિશ્વાસ શંકા હશે તે તો નષ્ટ થશે,
આ જગમાં તેને નહીં, કોઈ સુખ ધરશે.

Meaning
यदि तुम सर्वाधिक पापी हो, तब भी ज्ञान रूपी नाव द्वारा तुम निःसंदेह पापों के समंदर को पार कर जाओगे । जैसे प्रज्वलित अग्नि इंधनो को भस्म कर देती है, उसी प्रकार ज्ञान की अग्नि सभी कर्मों को भस्म कर देती है । ज्ञान से अधिक पवित्र इस संसार में और कुछ नहीं है । योग में सिद्ध हो जाने पर, तुम स्वयं ही आत्मज्ञान को प्राप्त करोगे । श्रद्धावान, जितेन्द्रिय तथा साधनापरायण मनुष्य ज्ञान प्राप्त कर सकता है और ज्ञान मिल जाने पर, परम शान्ति को प्राप्त करता हैं । ज्ञानहीन, श्रद्धारहित तथा संशय से भरे मनुष्य का विनाश होता है । एसे संशयात्मा के लिए न यह लोक है, न परलोक है और न ही कोई सुख है ।
*
જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ. જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. જ્યારે આત્મજ્ઞાન વિનાનો, શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશ પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.

Verse 41-42

योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंजय ॥४-४१॥

yoga samyastha karmanam gyana sanchhinnasahnshayam
atmavantam na karmani nibandhanti dhamanjaya

શંકા છોડી જેમણે તજ્યું વળી અભિમાન,
તેને બાંધે કર્મ ના થયું જેમને જ્ઞાન.
*

*
तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥
tasmat agayana sambhutam hritastham gyanasina atmanah
chhitva evam shanshayam atishtha utistha bharata

એથી આ અજ્ઞાનથી મોહ થયો તુજને,
જ્ઞાનખઙગથી છેદતાં લડ તું મુક્ત મને.

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मब्रह्मार्पणयोगो नाम चतुर्थोऽध्यायः ॥ ४ ॥

Ohm iti shrimad bhagawadgitastu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade karmabrahmarpana yoga nama chaturtho adhyayah.

।। અધ્યાય ચોથો સમાપ્ત ।।

Meaning
हे धनंजय, जिसने योग द्वारा अपने समस्त कर्मों का त्याग किया है तथा ज्ञान द्वारा अपनी शंकाओं को निर्मूल किया है, एसे आत्मस्थित व्यक्ति को कर्म नहीं बाँधता ।  इसलिए हे भारत, अज्ञान से पैदा हुए इस संशय को, जिसने तुम्हारे हृदय को शोक में घेर लिया है, ज्ञान रूपी तलवार से काट डालो, और योग में स्थिति कर युद्ध के लिए तैयार हो जाओ ।
*
હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.



No comments:

Post a Comment